(જી.એન.એસ)તા.૨૨
પાલનપુર,
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૦૭-વાવ વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણી-૨૦૨૪ની મતગણતરી તા.૨૩/૧૧/૨૦૨૪ના રોજ સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, તા.પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે. મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલએ જનરલ ઓબ્ઝર્વરશ્રીની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સી.સી. ટી.વી. સેન્ટરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ૨૩ નવેમ્બરના રોજ સવારે ૮.૦૦ કલાકે મતગણતરીની શરૂઆત થશે જેમાં સૌથી પહેલા ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે જયારે ૮.૩૦થી ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરવામાં આવશે.આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, સુઈગામ પ્રાંત અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.