Home ગુજરાત મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદાર જાગૃતિ વધે...

મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદાર જાગૃતિ વધે તે માટે જિલ્લાના મતવિસ્તારમાં LED મોબાઈલ વાન ગામડે ગામડે ફરશે

28
0

ગાંધીનગરના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી હિતેશ કોયાના હસ્તે લીલીઝંડી આપીને LED મોબાઈલ વાનનું પ્રસ્થાન કરાવ્યું

(જી.એન.એસ),તા.૨૦

ગાંધીનગર,

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ને ધ્યાને લઈને મતદારો અને ખાસ કરીને યુવા – ગ્રામ્ય મતદારોમાં ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને તમામ મતદારોમા મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હિતેષ કોયના હસ્તે તા.૨૦ જાન્યુઆરીના રોજ LED મોબાઈલ વાનનું કલેકટર કચેરીથી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ LED મોબાઈલ વાન ગાંધીનગર જિલ્લાના ગામડાઓમાં ફરીને મતદારોને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) અને વોટર વેરીફાઇડ પેપર ઓડિટ ટ્રેઇલ (વીવીપેટ)નું નિદર્શન કરાવશે. મતદાન કરવા માટે જાગૃતિ ફેલાવશે. ગાંધીનગર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર આ LED મોબાઈલ વાન કલોલ વિધાનસભા મતવિભાગમાં તા.૨૦ થી ૨૬ જાન્યુઆરી સુધી ફરશે.

આજે તા.૨૦મી જાન્યુઆરીના રોજ આ વાન કલોલ શહેરમાં સરદાર બગીચો, ખુની બંગ્લા ચાર રસ્તા, સ્વદેશીનુ ડેલુ, રેલ્વે સ્ટેશન, સીટી મોલ, ત્રણ આંગણી સર્કલ, નગરપાલિકા કચેરી પાસે, પ્રકાશ પ્લઝા, આંબેડકરની પ્રતિમા પાસે, જી.આઈ.ડી.સી અને પંચવટી હનુમાન મંદીર પાસે મોબાઈલ વાન ફેરવવામાં આવી હતી. કલોલ તાલુકામાં તા. ૨૧મી જાન્યુઆરીના રોજ હાજીપુર, કારોલી, જેઠલજ, વાંસજડા(ઢે), મુલસણા, અઢાણા અને વાયણા ગામમાં LED મોબાઇલ વાન જશે. ગાંધીનગર દક્ષિણ વિધાનસભા મતવિભાગમાં તા.૨૭મી જાન્યુઆરીથી તા. ૫મી ફેબ્રુઆરી,૨૦૨૪ સુધી, દહેગામ વિધાનસભા મતવિભાગમાં તા.૬ થી ૧૨ ફેબ્રુઆરી,૨૦૨૪ દરમિયાન, ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિભાગમાં તા.૧૩મી ફેબ્રુઆરીથી ૨૨ ફેબ્રુઆરી,૨૦૨૪ સુધી તેમજ માણસા વિધાનસભા મતવિભાગમાં તા.૨૩ થી ૨૯મી ફેબ્રુઆરી દરમિયાન સુધી ફરીને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત બે દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ
Next articleનિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!