Home દેશ - NATIONAL મણિપુર હિંસાની તપાસ ન્યાયિક પંચ કરશે

મણિપુર હિંસાની તપાસ ન્યાયિક પંચ કરશે

25
0

CBI 6 કેસની તપાસ કરશે : અમિત શાહ

(GNS),01

ગૃહમંત્રી અમિત શાહે ઇમ્ફાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી મણિપુરમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી રાજ્ય હિંસા મુક્તિ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં મોદીજીના નેતૃત્વમાં રાજ્ય શાંતિ તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે, હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસના નેતૃત્વમાં હિંસાની તપાસ થશે. અમિત શાહે કહ્યું કે રાજ્ય હિંસા મુક્ત બન્યું છે. મણિપુરમાં 6 વર્ષમાં વિકાસના ઘણા કામો થયા છે. રાજ્ય વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહે કહ્યું કે હિંસામાં જીવ ગુમાવનારા પીડિત પરિવારને 10-10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય CBIની વિશેષ ટીમ પણ હિંસાની તપાસ કરશે.

મણિપુર પ્રવાસના છેલ્લા દિવસે ઈમ્ફાલમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શાહે કહ્યું કે ગેરસમજના કારણે હિંસા થઈ. રાજ્ય વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. છેલ્લા છ વર્ષમાં વિકાસના ઘણા કામો પણ થયા છે. જ્યારથી મણિપુરમાં ભાજપ સત્તામાં આવી છે ત્યારથી તે હિંસા મુક્તિ તરફ આગળ વધી રહ્યુ છે. હિંસામાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો, તે દુઃખદ છે. છેલ્લા ત્રણ દિવસમાં હું વિવિધ વિસ્તારોમાં ગયો છું અને નાગરિકોને મળ્યો છું. તેમણે કહ્યું કે મણિપુરમાં ડબલ એન્જિન સરકારે વિકાસના તમામ માપદંડોને પૂર્ણ કર્યા છે. 29 એપ્રિલના રોજ મણિપુર હાઈકોર્ટના ઉતાવળા નિર્ણયને કારણે અહીં બે જૂથો વચ્ચે જાતિય હિંસા અને હિંસા શરૂ થઈ ગઈ હતી. મારી અપીલ છે કે જેમની પાસે શસ્ત્રો છે તેઓ તેને સરેન્ડર કરી દે. આવતીકાલથી પોલીસ સમગ્ર મણિપુરમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં રેલ સેવા પણ પુનઃસ્થાપિત કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 15 પેટ્રોલ પંપ 24 કલાક ખુલ્લા રહેશે. સરકાર દ્વારા રાશનના વિતરણ માટે એક અલગ કેમ્પ લગાવવામાં આવશે, આ ઉપરાંત લોકોને રાશન કાર્ડ દ્વારા અનાજ પણ આપવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજમ્મુકાશ્મીરના સાંબામાં BSFએ એક શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો
Next articleરાહુલ ગાંધીએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કર્યું સંબોધન