Home રમત-ગમત Sports મણિપુર હિંસાથી દુ:ખી થઈ મીરાબાઈ ચાનુએ એવોર્ડ પરત કરવાની ધમકી આપી

મણિપુર હિંસાથી દુ:ખી થઈ મીરાબાઈ ચાનુએ એવોર્ડ પરત કરવાની ધમકી આપી

30
0

મીરાબાઈ ચાનુને 10 એથ્લેટે પણ આપ્યો સાથ

(GNS),31

મણિપુરમાં હિંસાની આગ અટકવાનું નામ નથી લઈ રહી. જેના લીધે હવે રમત જગતની મોટી હસ્તીઓએ પણ સરકારને અલ્ટીમેટમ આપવાનું શરૂ કર્યું છે. ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ સહિત મણિપુરની કુલ 11 રમતગમતની હસ્તીઓએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને વહેલી તકે શાંતિ સ્થાપિત કરવા વિનંતી કરી છે. આ સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે, જો તેમના રાજ્યમાં ટૂંક સમયમાં શાંતિ સ્થાપિત કરવામાં નહીં આવે તો તેઓ તેમનો એવોર્ડ પરત કરશે. મણિપુરમાં આ દિવસોમાં અનામતની આગ લાગી છે. આ ઝઘડો મેતૈઈ અને કુકી જાતિઓ વચ્ચે છે.

એવું કહેવાય છે કે, મીતેઈ સમાજ પોતાને અનુસૂચિત જનજાતિ હેઠળ લાવવા માંગે છે. તેમની માંગને લઈને તેઓએ નેશનલ હાઈવે પણ બ્લોક કરી દીધો છે. જે ખેલાડીઓએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે,, તેમાં પદ્મ પુરસ્કાર વિજેતા વેઈટલિફ્ટર કુંજરાની દેવી, ભારતીય મહિલા ફૂટબોલ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન બીમ બીમ દેવી, બોક્સર એલ સરિતા દેવી અને અન્યનો સમાવેશ થાય છે. નેશનલ હાઈવે નંબર 2 વહેલી તકે ખુલ્લો કરવામાં આવે તેવી માંગણી કરી છે. કેન્દ્ર સરકાર સમક્ષ કુલ આઠ માંગણીઓ મુકવામાં આવી હતી જેમાંથી એક માંગ હાઇવે ખુલ્લો કરવાની છે.

એવું કહેવામાં આવ્યું હતું કે, “NH-2 ને ઘણી જગ્યાએ બ્લોક કરી દેવામાં આવ્યા છે. જેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તેથી વહેલી તકે હાઇવે ખુલ્લો કરવો જોઇએ. વેઈટલિફ્ટર કુંજ દેવીએ પોતાના ઈમોશનલ મેસેજમાં કહ્યું કે, આપણને શાંતિની જરૂર છે. અમારી પાસેથી બધું લઈ લો, બસ શાંતિ આપો. દિલ્હી અને મુંબઈમાં જે રીતે લોકો પોતાનું જીવન જીવી રહ્યા છે, આપણે પણ શાંતિથી જીવન જીવવા માંગીએ છીએ. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે, અમને શાંતિ સિવાય કંઈ જોઈતું નથી.

બોક્સર એલ સરિતા દેવીએ કહ્યું, “અમે દેશની ખ્યાતિ વધારી છે. રમતગમતની દુનિયામાં મીતાઈ સમાજનું ઘણું યોગદાન છે. તેમ છતાં અમને લાગે છે કે, લોકોની નજરમાં અમારું કોઈ માન નથી. જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે અમારા મેડલ પરત કરીશું.” જણાવી દઈએ કે, ગૃહમંત્રી અમિત શાહ હાલ મણિપુરના પ્રવાસે છે. તે તમામ પક્ષો સાથે વાત કરીને શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field