Home રમત-ગમત Sports મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવી સૌથી ટોચની પ્રાથમિકતાઃ રોહિત

મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવી સૌથી ટોચની પ્રાથમિકતાઃ રોહિત

44
0

(જી.એન.એસ),તા.૧૦
નવીદિલ્હી
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના મતે સમગ્ર વર્ષ દરમ્યાન ક્રિકેટ રમવાનું સતત ચાલુ છે ત્યારે ભારત માટે મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવી તે ટોચની પ્રાથમિકતા રહેશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા માટે બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવી જાેઈએ તેમ રોહિતે જણાવ્યું હતું. ગત વર્ષે ભારતીય ટીમ ટી૨૦ વર્લ્ડ કપમાં ગ્રુપ તબક્કામાંથી જ આઘાતજનક રીતે બહાર થઈ ગઈ હતી. ભારત દ્વારા ત્યારબાદ ટીમમાં અનેક અખતરા કરવામાં આવ્યા છે અને હજુ પણ તે યથાવત્છે. ખેલાડીઓની ઈજા અને કાર્યભાર સંચાલન પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. રોહિતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, અમે નોંધપાત્ર ક્રિકેટ રમતા હોઈએ છીએ જેથી ઈજાઓ તેનો ભાગ છે અને કાર્યબોજ સંચાલનને લીધે ખેલાડીઓનું રોટેશન ચાલતું રહે છે. ટીમની બેન્ચ સ્ટ્રેન્થને મેચમાં પોતાનો દેખાવ કરવાની તક પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રક્રિયાને લીધે યુવા ખેલાડીઓને આંતરાષ્ટ્રીય સ્તરનો અનુભવ પણ પ્રાપ્ત થાય છે અને તેઓ પોતાનો શ્રેષ્ઠ દેખાવ પણ કરી શકે છે. રોહિતના મતે મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ ઉભી કરવાથી ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે તે સુનિશ્ચિત થશે. અમે આ આયોજન મુજબ જ ચાલી રહ્યા છીએ. રોહિત શર્મા ચાલુ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ટી૨૦ વર્લ્ડ કપ અગાઉ ભારત એશિયા કપમાં રમવા ઉતરશે જ્યાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે બે વખત આમને-સામને થવાની તક પ્રાપ્ત થશે. રોહિતે વધુમાં જણાવ્યું કે, દરેક વખતે ટીમ તરીકે વધુ શ્રેષ્ઠ બનવાનો અમારો ઉદ્દેશ છે. આગળ શું અપેક્ષા રાખવી તે કહી શકાય નહીં પરંતુ એક ટીમ તરીકે શ્રેષ્ઠ કરવાનું લક્ષ્ય રહેશે. તમે શ્રેણી જીતો છો કે હારો છો તે ગૌણ બાબત છે તે ક્યારેય ટોચની પ્રાથમિકતા ના હોઈ શકે. ટીમ તરીકે સારું રમવું એ જ સૌથી ટોચની પ્રાથમિકતા હોવી જાેઈએ તેમ રોહિતે જણાવ્યું હતું. ભારતીય ટીમના કેપ્ટનના મતે સમગ્ર ટીમનું લક્ષ્ય સર્વોપરી હોવું જાેઈએ અને ત્યારબાદ તેમાં વ્યક્તિગત ભૂમિકા આવે છે જે ટીમની સફળતામાં ચાવીરૂપ બનતી હોય છે. પરંતુ ટીમ શું કરવા ઈચ્છે છે તે મુજબ વ્યક્તિગત ખેલાડીએ તે દિશામાં પોતાનું શ્રેષ્ઠ આપવું પડે છે. રોહિત શર્મા વિરાટ કોહલીનો અનુગામી બન્યો છે. ગત વર્ષના ટી૨૦ વર્લ્ડ કપ બાદ દ્રવિડના સ્વરૂપમાં ભારતીય ટીમને નવા હેડ કોચ પણ મળ્યા છે. રોહિતે દ્રવિડના મુદ્દે જણાવ્યું કે, તેઓ જ્યારે કોચ બન્યા ત્યારે અમે એક રૂમમાં થોડી વાર માટે બેસીને ટીમને કેવી રીતે આગળ લઈ જવી તેની ચર્ચા કરી હતી. અમારા બન્નેની વિચાર પ્રક્રિયા મહ્દઅંશે સમાન જણાઈ હતી અને તેના પરિણામે જ ટીમના સાથી ખેલાડીઓને સ્પષ્ટ સંદેશ આપવો મારા માટે સરળ બન્યું હતું. ટીમમાં જ્યારે કોચ અને કેપ્ટન એક સમાન વિચાર ધરાવે છે ત્યારે ટીમને સાચી દિશામાં લઈ જવામાં તે મદદરૂપ થાય છે. અમારા વચ્ચે એક સમાનતા એ છે કે અમે સાચો સંદેશો આપવા ઈચ્છીએ છીએ જેથી કરીને ટીમના સભ્યોમાં કોઈ સંશય ના રહે. અમે ક્રિકેટ રમવાની સ્ટાઈલમાં પણ બદલાવ લાવવા વિચારી રહ્યા છીએ. ત્રણેય ફોરમેટમાં અમે ચોક્કસ રીતે રમવા ઈચ્છીએ છીએ અને કોચે પણ આ વાતને સ્વીકારી હતી તેમ રોહિતે જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘લાઈગર’ ને લઈને સુપર એક્સાઈટેડ વિજય દેવરકોન્ડા
Next articleદક્ષિણ આફ્રિકાના પૂર્વ અમ્પાયર રૂડી કર્ટઝનનું કાર અકસ્માતમાં નિધન