સુરતના મગદલાલ ગામમાં આવેલ પંચ કુટીર સ્ટ્રીટમાંથી એક નવજાત ત્યજી દેવાયેલું મૃત હાલતમાં મળી આવ્યું હતું. વહેલી સવારે નવજાત બાળક મૃત સ્થિતિમાં મળી આવતા ચકચાર જવા પામી હતી. બાળકને બિલ્ડીંગની ઊંચાઈ પરથી ફેંકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. રાત્રે બાળકને ફેંકી દેવામાં આવતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેને લઇ ઉમરા પોલીસે ઘટના અંગે નિષ્ઠુર માતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના મગદલ્લા વિસ્તારમાંથી એક ચકચારીત રીત ઘટના સામે આવી છે.
મગદલ્લા ગામમાં આવેલ પંચકુટીર સ્ટ્રીટના રસ્તા પરથી એક નવું જ જન્મેલ બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું છે. આ નવજાત બાળકને તેની માતા કે પરિવાર દ્વારા ત્યજી દેવામાં આવ્યું છે. જે બાળકે હજુ તો આ દુનિયામાં આવ્યા ને સરખી રીતે શ્વાસ પણ નથી લીધો ને તેનો શ્વાસ જ બંધ કરાવી દેવામાં આવ્યો. જે બાળકને જન્મ આપ્યો તેણે જ તેને મોત પણ આપ્યું હોવાની આ ઘટના થી આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સુરતના મગદલ્લા ગામમાં ત્યજી દેવાયેલું જે નવજાત બાળક મળી આવ્યું છે. તે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. નવજાત બાળકને તેની નિષ્ઠુર માતા કે તેના પરિવાર દ્વારા બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યું છે. મગદ્દલાના પંચકુટીર સ્ટ્રીટના એક સીસીટીવીમાં રાત્રીએ બાળક નીચે પડતું દેખાઈ રહ્યું છે. સુમસામ રસ્તાની વચ્ચે રાત્રે આ બાળક અચાનક જ નીચે ફેંકી દેવામાં આવે છે અને તેનું મોત ડીજે છે. ત્યારે ઘટના અંગે સવારે લોકોને જાણ થતાં લોકોમાં દોડધામ મચી જાય છે.
અને તાત્કાલિક ઉમરા પોલીસને જાણ કરવામાં આવે છે. ઘટનાની જાણ ઉમરા પોલીસને થતા ઉમરા પોલીસનો સ્ટાફ ઘટના પહોંચીને તપાસ શરૂ કરે છે. નિષ્ઠુર માતા પોતાનું પાપ છુપાવવા બાળકને તેજી દેવાય હોવાની વાત ચર્ચાઇ રહી છે. જોકે ઘટના અંગે પોલીસે મગદલાના પંચકુટી સ્ટ્રીટના તમામ લોકોને પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસને એક શંકાસ્પદ યુવતી મળી આવી છે અને તેની પૂછપરછ હાલ ચાલી રહી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.