Home ગુજરાત મકરસંક્રાંતિ પૂર્વે ઓલપાડ પોલીસે ટુ-વ્હીલર ચાલકોની બાઈક ઉપર સેફટી ગાર્ડ લગાવ્યા

મકરસંક્રાંતિ પૂર્વે ઓલપાડ પોલીસે ટુ-વ્હીલર ચાલકોની બાઈક ઉપર સેફટી ગાર્ડ લગાવ્યા

1
0

(જી.એન.એન) તા.૧૨

સુરત,

સુરતીઓના ઉમંગના પર્વ મકરસંક્રાંતિની અસર અત્યારથી જ જણાઈ રહી છે ઓલપાડ પોલીસે મકરસંક્રાંતિ પૂર્વનો ઉમંગ માતમમાં ન છવાઈ જાય તે માટે તકેદારી રાખવાના ભાગરૂપે જાગૃતિ આણવાના ભાગરૂપે ઓલપાડ ટાઉનમાંથી પસાર થતાં ટુ-વ્હીલર ચાલકોની બાઈક ઉપર સેફટી ગાર્ડ લગાવવાની સરાહનીય કામગીરી હાથ ધરી હતી. સુરતીઓના ઉમંગના પર્વ મકરસંક્રાંતિની અસર અત્યારથી જ જણાઈ રહી છે. આ સમયે રોડ પરથી પસાર થતાં નિર્દોષ બાઈક ચાલકોના ગળાઓ પતંગની લટકતી કાતિલ દોરીથી કપાતા અકસ્માત ઘટનામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેથી એક્શનમાં આવેલ સરકારના ગૃહ વિભાગે રાજ્યના પોલીસ મથકોને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સહિતની વસ્તુઓનો વેચાણ કરતાં વેપારીઓ સામે લાલ આંખ કરવા ઉપરાંત ટુ- વ્હીલર વાહન ચાલકોના ગળા પતંગની કાતિલ દોરીથી ન કપાઈ તે માટે જાગૃતિ આણવા આદેશ જારી કર્યા હતાં. જેના પગલે ઓલપાડ પીઆઇ સી.આર. જાદવે માર્ગ સુરક્ષા અને ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે પોલીસ મથકના કર્મીઓ દ્વારા ઓલપાડ ટાઉનમાંથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોના ગળા ચાલુ વાહન દરમ્યાન પતંગની દોરીથી ન કપાઈ તેમજ લટકતી દોરીથી શરીરના કોઇ ભાગને ઇજા ન થાય તે માટે ટુ-વ્હીલરની આગળના ભાગે લોખંડના સળિયાના સેફટી ગાર્ડ લગાવ્યા હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field