મધ્યપ્રદેશના મંદસૌરમાં ભયાનક અકસ્માત
(જી.એન.એસ) તા. 27
મંદસૌર,
મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં, એક કાર કુવામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર કાર મુસાફરો, એક બાઈક સવાર અને એક બચાવનારા યુવકનો સમાવેશ થાય છે.
આ અકસ્માતના સમાચાર મળતાજ તાત્કાલિક ધોરણે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી. મનોહર સિંહ (ઉંમર 40 વર્ષ) નામના સ્થાનિક યુવકનું કૂવામાં પડી ગયેલા લોકોને બચાવવાના પ્રયાસ દરમિયાન મોત થયું.
આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. SDOP,પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને SDM સહિત ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું. ક્રેનની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
કુવામાંથી એક મહિલા, એક નાની છોકરી અને એક કિશોરીને જીવતી બહાર કાઢવામાં આવી. જેથી સારવાર માટે તાત્કાલિક તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકી અન્ય લોકોના મોતની માહિતી સામે આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કારમાં સવાર તમામ લોકો ઉજ્જૈન જિલ્લાના ઉન્હેલ તાલુકાના રહેવાસી હતા. તેઓ ઉન્હેલથી નીમુચ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કારમાં કુલ 7 લોકો સવાર હતા. અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયાના સમાચાર છે. મૃતકોમાં કારમાં 4 લોકો, 1 વૃદ્ધ બાઈક સવાર અને બચાવવા કુવામાં કૂદી પડેલો 1 યુવાનનો સમાવેશ થાય છે. આ ઘટના ત્યારે બની જ્યારે કાર પહેલા બાઇકને ટક્કર મારી અને પછી કૂવામાં પડી ગઈ. કૂવામાં પડ્યા બાદ કારમાંથી LPG ગેસ લીક થવા લાગ્યો, જેના કારણે અંદર ફસાયેલા લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો હતો.