Home મધ્ય ગુજરાત અમદાવાદ ભેજાબાજો સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાની માહિતી સામે આવી : તપાસમાં...

ભેજાબાજો સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાની માહિતી સામે આવી : તપાસમાં ઘટસ્ફોટ, ટોળકીનો પર્દાફાશ

9
0

(જી.એન.એસ) તા.૧૭

અમદાવાદ,

ખ્યાતિકાંડની તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચ પોલીસે PMJAY કાર્ડ કૌભાંડ આચરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો. રાજ્યમાં સરકાર PMJAY (આયુષ્યમાન ભારત) યોજના હેઠળ લોકોને મદદરૂપ બનવા પ્રયાસ કરી રહી છે. પરંતુ ભેજાબાજો સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાની માહિતી સામે આવી. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડની તપાસ કરતી ક્રાઈમ બ્રાંચ પોલીસને વધુ એક ચોંકાવનારી માહિતી મળી. ખ્યાતિકાંડની તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચ પોલીસે PMJAY કાર્ડ કૌભાંડ આચરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો. આ ટોળકીમાં અમદાવાદ, ભાવનગર, અને સુરત વિસ્તારના કુલ 6 લોકો સામેલ છે. 6ની ટોળકીએ પાત્રતા વગરના અનેક લોકોને PMJAY યોજનામાં સમાવેશ કરી સરકારને ચુનો લગાડ્યો. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ PMJAY યોજનામાં કેટલાક નિયમો અને ધારાધોરણ નિશ્ચિત કરાયા છે. આર્થિક પછાત તેમજ ગરીબી રેખા નીચે હેઠળ રહેતા લોકો બીમારીમાં સારી સારવાર મેળવી શકે તેવા ઉદેશ્ય હેઠળ આ PMJAY યોજના શરૂ કરવામાં આવી. આથી જ આ યોજનાને લઈને સરકાર દ્વારા કેટલાક નિયમો નક્કી કરાયા છે. જે અંતર્ગત નિશ્ચિત આવકથી ઓછી આવક ધરાવતા લોકોને જ PMJAY યોજનાનો લાભ આપવામાં આવે છે. પરંતુ પાત્રતા ના ધરાવતા લોકો પણ સરકારી યોજનાનો લાભ લેતા હોવાનો પર્દાફાશ થયો. ખ્યાતિકાંડની તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચ પોલીસના ધ્યાનમાં આવ્યું કે કેટલાક લોકો પોતાની આવક છુપાવીને PMJAY કાર્ડ કઢાવે છે. અને મોટીમોટી હોસ્પિટલમાં સારવાર લે છે. રાજ્યના અમદાવાદ અને સુરત જેવા મહત્વના શહેરમાં વસતા લોકોએ એક ટોળકી બનાવી છે. આ ટોળકી દ્વારા કૌભાંડ રચાયુ છે. 6 લોકોની આ ટોળકીએ અંદાજે ત્રણ હજારથી વધુ લોકોને ખોટી રીતે PMJAY કાર્ડ આપ્યું. આ લોકો બોગસ દસ્તાવેજના આંકડા રજૂ કરી કાર્ડ લીધું. પોલીસને શંકા છે કે આ કૌભાડમાં સરકારી બાબુઓની પણ સંડોવણી પણ હોઈ શકે. તેમજ ફક્ત ગુજરાત જ નહિ દેશમાં બીજા સ્થાનો પર પણ આ રીતે PMJAY કાર્ડનો દુરુપયોગ થતો હોવાની આશંકા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field