Home દુનિયા - WORLD ભૂકંપ બાદ કાટમાળમાં ફસાયેલ સીરિયન બાળકનો વાઈરલ વિડીયો છે ચોંકાવનારો

ભૂકંપ બાદ કાટમાળમાં ફસાયેલ સીરિયન બાળકનો વાઈરલ વિડીયો છે ચોંકાવનારો

34
0

તુર્કી અને સીરિયાની સરહદ પર આવેલા ભયાનક ભૂકંપના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે સીરિયામાંથી એક હૃદયદ્રાવક તસવીર સામે આવી છે. અહીં 4000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 5500 થી વધુ ઈમારતો ધરાશાયી થઈ છે. ઉપપ્રમુખ નજહ અલ-અત્તારે કહ્યું છે કે, અમે કાટમાળમાં દટાયેલા લોકોને શોધી રહ્યા છીએ, આથી મૃત્યુઆંક વધી શકે છે. આ દરમિયાન, રાહત અને બચાવકર્મીઓને કાટમાળના ઢગલામાં બે માસૂમ બાળકોને જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં માસૂમ બાળક પોતાના બચાવનારને કંઈક કહી રહ્યા છે. આ સંવાદ પણ કરુણ છે. વાયરલ વીડિયોમાં કાટમાળ નીચે દટાયેલો બાળક કહે છે, ‘પ્લીજ મારો જીવ બચાવો, મને બહાર કાઢો, હું તમારો ગુલામ બની જઈશ..’ સીરિયામાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ સ્થિતિ નાજુક છે. ત્યાં કાટમાળના ઢગલામાં લોકોની શોધ કરવામાં આવી રહી છે. ધરતીકંપ પછી આવતા હળવા આફ્ટરશોક્સને કારણે પૃથ્વી વારંવાર ધ્રૂજી રહી છે.

સોમવારે વહેલી સવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોના મોત થયા છે અને 20 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. અહીં સર્વત્ર મોતનો શોક ફેલાયો છે. કાટમાળમાં જીવતા દટાયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, સોમવારે વહેલી સવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોના મોત થયા છે અને 20 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

ભૂકંપના કારણે બંને દેશોમાં હજારો ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી, જેના કાટમાળમાં હવે જીવતા લોકોની શોધ કરવામાં આવી રહી છે. અહીં સર્વત્ર મોતનો માતમ છવાય ગયો છે, જોકે આ કાટમાળમાંથી નાના બાળકોની બૂમો પણ સંભળાતી હતી. અહીં રાહત અને બચાવ ટીમને એક ઈમારતના કાટમાળ નીચે ચમત્કારિક રીતે જીવંત નવજાત મળી આવ્યું છે. આ બાળકને કાટમાળમાંથી બહાર કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ નાનકડા વિડિયોમાં, આપણે એક બચાવકર્તાને જોઈ શકીએ છીએ, જે એક નવજાત બાળકને બચાવવા કાટમાળમાંથી બહાર કાઢે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રીએ ઈન્ડિયા એનર્જી વીક 2023ને સંબોધિત કર્યું
Next articleમુસ્લિમ શખ્સનો મસ્જિદ માટે પોતાની જમીન આપવાનો ઈનકાર, કહ્યું “હિન્દુ ભાઈઓ મંદિર નિર્માણ કરાવે”