ભુજના નવ રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાં મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટ દ્વારા રૂ. 35 કરોડના ખર્ચે 70 હજાર ચોરસ ફૂટના બાંધકામમાં અદ્યતન હોસ્પિટલ નિર્માણ પામશે. સર્વ સમાજના દર્દીઓ માટે વિવિધ મેડકીલ સુવિધા સાથેની હોસ્પિટલનું આગામી સમયમાં પાયાવિધિ બાદ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ માટે ટ્રસ્ટ તરફથી હોસ્પિટલના પ્લાન, નકસા સહિતની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
શહેરના નવા રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાં મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટના સંચાલન હેઠળ આકાર પામનારી હોસ્પિટલમાં દર્દીઓની તબીબી સારવાર રાહતભાવે શરૂ કરવામાં આવશે. જેમાં દરેક સમાજના દર્દીઓને સમાંતર કક્ષાએ ઉપલબ્ધ મેડિકલ સેવાનો લાભ આપવામાં આવશે.
હોસ્પિટલમાં જનરલ ઓપીડી, જનરલ ફિઝિશિયનની ટબુબી સેવા સાથે એક્સરે, એમઆરઆઈ, સીટી સ્કેન, રેડીયોલોજી સશીતની સુબીધ મળી રહેશે એવું ટ્રસ્ટના પ્રમુખ હાજી આદમભાઈ ચાકીએ જણાવ્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.