Home ગુજરાત કચ્છ ભુજમાં બ્રેક ફેઇલ થતાં ટ્રેકની રોંગ સાઇડમાં ધસી આવીને બે કેબીન અને...

ભુજમાં બ્રેક ફેઇલ થતાં ટ્રેકની રોંગ સાઇડમાં ધસી આવીને બે કેબીન અને બાઇકને અડફેટેમાં લીધા

19
0

(જી.એન.એસ)તા.૨૫

ભુજ,

ભુજના જિલ્લા ઉદ્યોગ સર્કલ પાસેના રીંગ રોડ પર બપોર બ્રેક ફેઇલ થઇ જતાં બેકાબુ બનેલી ટ્રેક રોંગ સાઇડમાં ધસી આવીને બે કેબીનો અને એક બાઇકને અડફેટે લેતાં દોડધામ મચી ગઇ હતી. જો કે, આ અકસ્માતમાં બે કેબીનો અને બાઇકને નુકશાન થયું હતુ. કોઇને ઇજા પહોંચી ન હતી.  પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સર્કલથી બાયપાસ રોડ તરફ વળાંકા પર કોઇ સ્પીડ બ્રેકર ન હોવાથી અવાર નવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેમાં રાહદારીઓના મૃત્યુ થયા છે. તેમજ આ જ રોડ પર આવેલા આઇજીપીના બંગલાની દિવાલો સાથે અગાઉ બેકાબુ ભારે વાહનો અથડાઇને અકસ્માત સર્જયા છે. મંગળવારે બપોરે બનેલી ઘટના અંગે સ્થાનિક કેબીન ધારકો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું. બપોરના ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. આર.ટી.ઓ. તરફથી આવતી ટ્રકના બ્રેક ફેઇલ થઇ જતાં પુરઝડપે રોંગ સાઇડ પર આવી ગઇ હતી. અને બે કેબીનોના પતરા તોડી નાખ્યા હતા. તેમજ કેબીનવાળા પાસે બાલાજી વેફરનો ઓર્ડર લઇ રહેલા યુવકની બાઇક ટ્રકના વ્હીલ નીચે આવી ગઇ હતી. બનાવને પગલે ભાગદોડ મચી ગઇ હતી. સદનસીબે કોઇને ઇજા પહોંચી ન હતી. વાહન અને કેબીનમાં નૂકશાન પહોંચ્યું હતું. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસનો સંપર્ક સાંધતાં ઘટનાને સમર્થ આપ્યું હતું. પણ આ અંગે કોઇ ફરિયાદ આવી ન હોવાનું પીએસઓએ જણાવ્યું હતું. જિલ્લા ઉદ્યોગ સર્કલના વળાંકા પર લાંબા સમયથી સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવ્યું છે. અને જેને કારણે ગતીથી આવતાં વાહનનો અકસ્માત સર્જી રહ્યા છે. આ સ્થળ પર બંપ મુકવા નગર પાલિકાને રજુઆત કરાઇ છે. તેમ છતાં કોઇ જ કાર્યવાહી થઇ નથી. અહીં સ્પીડ બ્રેકર મુકવામાં નહીં આવે તો, અનેક માનવ જીંદગી મોતના મુખમાં ધકેલાઇ જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field