Home ગુજરાત ઉત્તર ગુજરાત ભુજના માધાપર પાસે ચાની કેબિનમાં ગેસનો બટલો લીક થતા આગ ભભૂકી

ભુજના માધાપર પાસે ચાની કેબિનમાં ગેસનો બટલો લીક થતા આગ ભભૂકી

49
0

ભુજના જોડિયા નગર માધાપર ખાતે રાત્રીએ એક ચાની બંધ કેબિન પર આગની ઘટના બની હતી. આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અડધો કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. સદભાગ્યે રાત્રિના સમયે કેબિન બંધ હોવાથી જાનહાની ટળી હતી પરંતુ કેબિનમાં આગથી નુકશાન પહોંચ્યું હતું. ત્યારે શહેર અને તાલુકાના ભીડભાળ વાળા જાહેર માર્ગો પર એલપીજી કૃત વ્યવસાયો, ચાની લારી સહિતના વ્યવસાયો બેરોકટોક ચાલતા રહે છે. જે ક્યારેક મોટી દુર્ઘટના સર્જી શકે છે.

તંત્ર દ્વારા આ પ્રકારના ધંધાર્થીઓને યોગ્ય દિશાનિર્દેશ પાલન કરાવી સલામતી બની રહે તેવા પગલાં લેવા જોઈએ. આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ માધાપરના ટ્રસ્ટ માર્બલ પાસે આવેલા વિજ ટ્રાન્સફોર્મર પાસેની ચાની કેબિનમાં રાત્રે આગ લાગી ઉઠી હતી. ભુજ ફાયર વિભાગે બનાવસ્થળે પહોંચી કેબિનમાં રહેલા એલપીજી ગેસના બાટલામા લીકેજ કારણે આગ લાગી હોવાનું જાણી સિફત પૂર્વક આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

અને આગને આગળ વધતા અટકાવી હતી. આગથી કેબિનમાં નુકશાન પહોંચ્યું હતું. આ કામગીરીમાં ટીમના જૂમાંભાઈ, પરાગ જેઠી, સોહમ ગોસ્વામી વગેરે જોડાયા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleRBI દ્વારા વ્યાજદરોમાં અપેક્ષિત વધારો થતાં ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલીનો માહોલ…!!!
Next articleપાટડીના બામણવાનો ગામના કિશોરે કરાટેમાં સુવર્ણ પદક મેળવી ગામની નામના વધારી