નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભુજના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર માધાપર જૂનાવાસ ખાતે ભવ્ય મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આયોજિત શ્રીમદ ભાગવત કથાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાના બીજા દિવસે રાત્રે કુષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં માહોલ ગોકળિયું બની ગયો હતો. આ વેળાએ સ્થાનિક સાથે આસપાસના ગામોથી હરિભક્ત કથા શ્રાવણ માટે પધારી રાજીપો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. માધપર જુનાવાસ પ્રસાદી મંદિર સ્થળે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં સત્સંગી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાભેર ઉમટી કથાનું રસપાન કરી રહ્યા છે.
ભુજ મંદિરના સંતોના માર્ગદર્શન હેઠળ ભોજન પ્રસાદ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યજમાન પદે અરજણ વિશ્રામભાઈ મેપાણી પરિવાર પ્રેમજી સામજી પિંડોરિયા પરિવાર સાથે સાંખ્યાયોગી રામબાઇ રૂડા તથા પુરબાઇ ગાંગજી સંબઘીજનો, મુરજી અરજણભાઈ હાલાઇ પરિવાર, નારણ કરશન ભુડિયા પરિવાર વગેરે હરિભક્તો રહ્યા હતા. પરંપરાગત વેશભૂષા થઈ કુષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો સાથે સુંદર રીતે મટકી ફોડ પણ યોજવામાં આવી હતી. ઠાકોરજીને પારણે ઝુલાવવામાં આવ્યા હતા.
સદગુર મંડલેશ્વર પુરાણી સ્વામી બાલકૃષ્ણ દાસજી દ્વારા 27 જેટલા યજમાનોનું પુષ્પમાળા તથા શાલ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હરિભક્તો ભક્તિભાવથી જોડાયા હતા. કથાના બીજા દિવસે વક્તા શાસ્ત્રી સ્વામી દેવવિહારીદાસજી કથાનું અલોકીક રસપાન કરાવી રહ્યા છે. સંચાલન ડૉ. અક્ષરમુની દાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.