ઉનાળાના સમયમાં અસહ્ય ઊંચા તાપમાનના કારણે વાહનોમાં આગની ઘટના બનતી હોય છે. પરંતુ શિયાળાના સમયે પણ કારમાં આગ લાગતી હોય છે. આવી જ એક ઘટના ભિલોડાના જનાલી ગામે બની છે. ભિલોડા તાલુકામાં આવેલી જનાલી ગામે એક કાર ઉભી હતી. જેમાં એકા એક આગના ધુમાડા જોયા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવવા કોશિશ કરી હતી.
પરંતુ કાર સંપૂર્ણપણે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ઘટનાની જાણ મોડાસા ફાયર વિભાગને કરતા મોડાસા પાલિકાનું ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગને કાબુમાં લીધી હતી. ફાયર મશીન આવે એ પહેલાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે કોઈ જાનહાની થઈ નહોતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.