(જી.એન.એસ) તા. 24
ભાવનગર,
ભાવનગરના રેલ્વે મુસાફરોને એક ખૂબ મોત સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીના પ્રયત્નો સફળ થતાં હવે રેલવેના મુસાફરોને મળશે વધુ એક સારી સગવડ. ભાવનગર હરિદ્વાર વચ્ચે વધુ એક ટ્રેન ફાળવવામાં આવશે. રાજ્ય મંત્રીય અને સાંસદ નિમુબેન બાંભણીયાના પ્રયત્નોથી આ ટ્રેન ફાળવવામાં આવશે.
આ ટ્રેન ભાવનગરથી હરિદ્વાર સપ્તાહમાં બે વખત દોડશે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેનની ઓફિસેથી આ માહિતી આપવામાં આવી છે. રેલ્વે વિભાગ આ માટે ટાઇમટેબલ સાથે સત્તાવાર જાહેરાત કરશે. ભાવનગરને વધુ એક ટ્રેન ફાળવવામાં આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ભાવનગરવાસીઓની લાંબા સમયથી માંગ હતી કે તેમને હરિદ્વારથી વધુ એક ટ્રેન ફાળવવામાં આવે. હવે તે માંગ પૂરી થઈ છે. તેમને આ ટ્રેન ફાળવવામાં આવશે. આગામી નાણાકીય વર્ષમાં આ ટ્રેન શરૂ થઈ જાય તેમ માનવામાં આવે છે. ભાવનગરના રહેવાસીઓની વર્ષો જૂની માંગ પૂરી થવાથી લોકો ખુશ છે. તેમા પણ ભાવનગર અને બોટાદ સાઇડનું બ્રોડગેજનું કામ પૂરુ થયું હોવાથી હવે ત્યાંથી લાંબા અંતરની ટ્રેનો દોડાવવાનું શક્ય બન્યું હોવાનું રેલ્વેએ જણાવ્યું છે. આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત જ નહીં પણ મધ્ય ભારત તથા ઉત્તર પ્રદેશની કનેક્ટિવિટીની અનેક ટ્રેનો દોડતી થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.