(જી.એન.એસ)તા.19
ભાવનગર,
ભાવનગર શહેરના એક સાથે ત્રણ અલગ અલગ વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર પરીણીતા સહિત ત્રણ વ્યક્તિઓએ ગાળા ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યા હતા.આ બનાવને લઇ ત્રણેય મૃતકોના સગા સંબધીઓ હોસ્પિટલે એકત્ર થયા હતા. આ બનાવ અંગે ઉપલબ્ધ થતી માહિતી અનુસાર શહેરમાં અલગ અલગ ત્રણ વિસ્તારોમાં ગાળા ફાંસો ખાઈ લેવાના બનાવો બન્યા છે. ખાસ કરીને યુવાઓમાં આત્મહત્યાના બનાવોનું પ્રમાણ વધતું જતું હોય તેમ માનસિક ડિપ્રેશન નાં ભોગ બનેલા વ્યક્તિઓ પણ આત્મહત્યા કરવા માટે પ્રેરાઈ આત્મહત્યા કરી લેતા હોવાના કિસ્સાઓ છાશવારે સામે આવ્યા છે.જેમાં ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ દીપ પાર્ટી પ્લોટની સામે, સીદ્દી બાદશાહના બંગલાની પાસે રહેતા યાસ્મીનબેન આરીફભાઇ આરબ ( ઉં.વ.૨૮ ) એ આજે સવારે ૮થ૦૦ વાગ્યા આસપાસ પોતાના ઘરે જાતે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.આ બનાવની જાણ થતા ઘોઘારોડ પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.જ્યારે બીજા બનાવમાં કરચલિયા પરા વાઘેલા ફળી મેલડી માતાના મંદિર પાસે રહેતા જયંતીભાઈ મનુભાઈ સોલંકી ( ઉ.વ ૬૨ ) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગાળા ફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.જ્યારે ત્રીજા બનાંવમા ભવનગરના ચિત્રા મિલેટરી સોસાયટી ખાતે રહેતા યુવાન કૃપાલસિંહ ખેંગારસિંહ જાડેજા ( ઉ.વ ૪૨ ) એ કુમુદવાડી માલધારી સોસાયટી ખાતે આવેલા હીરાના કારખાનામાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મોત નિપજ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.