Home ગુજરાત ભાવનગર મનપા દ્વારા નવતર પ્રયોગ સામે આવ્યો, વેસ્ટનો યોગ્ય જગ્યાએ ઉપયોગ પર...

ભાવનગર મનપા દ્વારા નવતર પ્રયોગ સામે આવ્યો, વેસ્ટનો યોગ્ય જગ્યાએ ઉપયોગ પર કર્યું કામ

7
0

(જી.એન.એસ) તા.૨૭

ભાવનગર,

ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની તમામ 13 વોર્ડની ઓફિસે કલેકશન સેન્ટર પર જમા કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર દેશમાં પ્લાસ્ટિક વેસ્ટનું વ્યવસ્થાપન ખૂબ જ અગત્યનું છે અને તેનું અલગથી એકત્રીકરણ કરવું મુશ્કેલ હોઇ તેના માટે સ્વચ્છતા હી સેવાના બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશીના માર્ગદર્શન નીચે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક નવી પહેલ કરવામાં આવેલ છે. ભાવનગરમાં પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય તેમજ પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે મુજબ પ્લાસ્ટિકની ઠંડા પીણા- મિનરલ વોટરની PET બોટલ્સમાં ઘરગથ્થુ ઉત્પન્ન થતો પ્લાસ્ટિક વેસ્ટ વગેરે ઠાસો-ઠાસ રીતે ભરીને સોલિડ બનાવી તેનો ઉપયોગ ઈકો બ્રિક શોપ – લારી ગલ્લા-પાન માવાની માં ઉત્પન્ન થતા પ્લાસ્ટિક ને સાફ કરી ધોઇને પ્લાસ્ટિકની ૧ લિટર કે તેથી મોટી સાઇઝની સ્વચ્છ બોટલ્સ માં ઠસોઠસ રીતે ભરી ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની તમામ 13 વોર્ડની ઓફિસે કલેકશન સેન્ટર પર જમા કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની ખરાઇ થયા બાદ આવી બોટલો લાવનાર દરેક વ્યક્તિને કુલ 03 બોટલ દીઠ રૂ.10 મળે છે. ઓછામાં ઓછી ત્રણ બોટલ્સનો જથ્થો સ્વીકારવામાં આવે છે. આ સ્કીમ મુજબની ઇકો બ્રિક્સ બોટલ્સનો ઉપયોગ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવવામાં કરવામાં આવનાર છે. પ્લાસ્ટિક વેસ્ટને પ્લાસ્ટિકની જ બોટલમાં ઠોસ ભરીને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની તથા ડો. તેજસ દોશીના માર્ગદર્શન નીચે નવીનત્તમ વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવી શહેરને સ્વચ્છ બનાવવા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અનુરોધ કરવામાં આવે છે. ત્યારે એક અઠવાડિયાથી શરૂ થયેલ આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં દસ હજાર (10000)થી વધુ ઈકો બ્રિકસ ભેગી થઈ છે, ભાવનગરના નાગરિકો, વિદ્યાર્થીઓ, સફાઈ કામદારો ખૂબ સુંદર રીતે આ કાર્યમાં ભાગ લઈ રહ્યા છે અને ભાવનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field