Home અન્ય રાજ્ય ભાવનગર બેઠક પરથી સાંસદ નિમુબેન બાંભણીયા પ્રથમ વાર સાંસદ બન્યા અને સીધુજ મળ્યું મોદી...

ભાવનગર બેઠક પરથી સાંસદ નિમુબેન બાંભણીયા પ્રથમ વાર સાંસદ બન્યા અને સીધુજ મળ્યું મોદી કેબિનેટમાં સ્થાન

37
0

(જી.એન.એસ) તા. 10

ભાવનગર/નવી દિલ્હી,

ભાજપે ભાવનગર બેઠક પરથી તળપદા કોળી સમાજમાંથી આવતા નિમુબેન બાંભણીયાને ટિકીટ આપી હતી અને નિમુબેને પહેલી વારમાં જ અગાઉના બે ટર્મના સાંસદના રેકોર્ડ તોડ્યા છે. ભાવનગર લોકસભા બેઠક પરથી ઊભા રહેલા ભાજપના ઉમેદવાર નિમુબેનને ભવ્ય જીત મળી છે. નિમુબેન AAPમા બાંભણિયાને 7,16,883 મત મળ્યા છે. તો તેમની સામે ઊભેલા ઉમેશ મકવાણાને 2,61,594 મત મળ્યા છે.

નિમુબેનને પહેલી જ વારમાં બધાને ચોકાવી દઇ અગાઉના સાંસદ ભારતીબેન શિયાળનો પણ મતોનો રેકોર્ડ તોડ્યો છે. ભાવનગરમાં કોળી સમાજનું પ્રભુત્વ વધુ છે અને તે ત્યાં સ્થાનિક રાજકરણ પર પણ અસર કરે છે. કોળી સમાજમાંથી આવતા નિમુબેન 2005થી 2020 સુધી સતત 3 ટર્મ ભાવનગર મનપામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. બે વખત તેઓ મેયર પણ રહી ચૂક્યા છે અને સંગઠનાત્મક કામોમાં તેમની પકડ પણ વધુ મજબુત છે.

નિમુબેન શહેર સંગઠનમાં મહિલા પ્રમુખ અને ઉપપિરમુખની જવાબદારી નિભાવી ચૂક્યા છે. સાથે જ પ્રદેશમાં પણ અમરેલી, સુરન્દ્રનગર, ભાવનગર શહેર મહિલા મોરચા તથા જુનાગઢના પ્રભારી પણ રહી ચૂક્યા છે. નિમુબેનની છાપ આદર્શ તેમજ સાલસ વ્યક્તિ તરીકેની છે અને સ્થાનિક રાજકારણમાં જમીની સ્તર પર તેમની પકડ સારી છે. એટલે ચૂંટણી દરમિયાન પણ રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં નિરીક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે. સાથે જ સેવાભાવી સંસ્થાઓ સાથે પણ જાડોયેલા છે. નિમુબેન અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હીમાં સભ્ય છે. આ સાથે રાષ્ટ્રીય મહિલા મોરચા મહામંત્રી પણ છે. નિમુબેનની છબી સાફ છે અને હવે તેઓ મોદી કેબિનેટ 3.0માં ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન હશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleન્યૂજર્સીમાં એક ભારતીય યુવકે ટેલિફોન પ્રોવાઇડર અને ઇન્શ્યોરન્સ કંપનીઓ સાથે લાખો ડોલરનો ફ્રોડ કર્યો
Next articleગુજરાતમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત, આવનારા 2 દિવસમાં મેઘરાજાની રાજ્યમાં પધરામણી થશે