સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. પવન સાથે વરસેલા વરસાથી અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા તો ખેતરોમાં પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. ભાવનગરના મહુવા, પાલીતાણા, ગારીયાધાર, જેસર સહિતના તાલુકા ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં વ્યાપક નુકસાન થવાની ચિંતા છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસેલા વરસાથી અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા તો ખેતરોમાં પાણી ભરાયા હતા. અમરેલીના ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ધારીના ચલાલામાં ધોધમાર વરસાદના કારણે ઇંટો પકવતા લોકોને નુકસાન થવાની ભીતિ છે.
જામનગરના ધ્રોલમા વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. સતત વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા હતા. સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. જામનગરના ધ્રોલમા વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. જૂનાગઢ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જોષીપુરાના શાંતેશ્વર વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ભારે પવન સાથે વરસાદ વરસતા વડોદરાના ડેસરમાં ઉભા પાકને નુકસાન થયું હતું. ડેસર તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા બાજરીનો પાક જમીનદોસ્ત થયો હતો. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના નાની મોણપરીમાં વીજળી પડતા વૃક્ષ બળીને ખાખ થયું હતું. ભારે પવન સાથે વરસાદ વરસતા રાજકોટના લોધિકામાં 25 વીજ થાંભલા ધરાશાયી થયા હતા. પીજીવીસીએલએ અલગ અલગ ટીમો બનાવી રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ યાર્ડમાં સત્તાધીશોની બેદરકારીના કારણે કેરીના બોક્સ પલળ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.