(જી.એન.એસ)તા.૨૬
ભાવનગર,
ગઢડા તાલુકાના ટાટમ ગામે રહેતા આધેડ અને અગાઉ આજ ગામે રહેતા શખ્સે સાથે માથાકૂટ થઈ હતી અને પોલીસ ફરિયાદ પણ થઈ હતી આ સમગ્ર બનાવની દાજ રાખી ત્રણ શખ્સે પિતા પુત્રને છરી અને લોખંડના પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગઢડા તાલુકાના ટાટમ ગામે રહેતા બાબુભાઈ વિઠ્ઠલભાઈ જાડા ને આજ ગામે રહેતા શખ્સ સાથે અગાઉ માથાકૂટ થી હતી.અને આ બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.દરમિયાનમાં બાબુભાઈ તથ બાબુભાઈના ભાઈ ઘનશ્યામભાઈ તથા પીરુભાઈ નટુભાઈ ઝાલા પાનના ગલ્લા પાસે હાજર હતા તે દરમિયાન ગામના વિશાલ ભાજુભાઈ જીડીયાં તથા કિશોર ભાજુભાઈ જીડીયા અને એક અજાણ્યો શખ્સે દુકાન પાસે આવી વિશાલ કહેવા લાગેલ કે તું કેમ અમારી સાથે સમાધાન નથી કરતો એમ કહી ગાળો આપવા લાગ્યો હતો. ગાળો દેવાની ના પાડતા વિશાલે એકદમ ઉશ્કેરાઈ હાથમાં રહેલ લોખંડનો પાઈપ નાકના ભાગે ઝીંકી દેતા બાબુભાઈ જમીન પર પડી ગયા હતા.અને ત્રણેય ઢીંકા પાટુ નો માર મારવા લાગ્યા હતા.દરમિયાનમાં પિતા વિઠ્ઠલભાઈ તથા બાબુભાઈ ઓધાભાઈ જાડા વચ્ચે પડેલ અને વધુ મારથી બચાવ્યો હતો તે દરમિયાન કિશોરે છરી વડે પિતા વિઠલભાઈ પર હુમલો કરી ઈજા પહોચાડી જતા જતા કહેતા હતા કે હવે પછી આડો અવળો થયો તો જાનથી મારી નાખવો છે એમ ધમકી આપી જતા રહ્યા હતા.આધેડને ૧૦૮ મારફતે હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે બાબુભાઈએ ગઢડા પોલીસ મથકમાં ત્રણ શખ્સવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.