સુરતથી ભાવનગર શહેરમાં આવેલી રહેલી મુસાફરો ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટએટેક આવતા કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં હ્દય રોગના તિવ્ર હુમલાને પગલે ડ્રાઈવરનુ સ્થળ પર જ મોત થયું છે. ભાવનગર શહેરમાં દરરોજ સવારે સુરત તથા મુંબઈ જેવા મહાનગરોમાથી સેંકડો ખાનગી ટ્રાવેલ્સ ની બસો શહેર તથા જિલ્લા ના તાલુકાઓમાં પ્રવેશે છે એજ રીતે રોજિંદા ક્રમ મુજબ સુરતથી અવધૂત ટ્રાવેલ્સ ની બસ શહેરમાં આવી રહી હતી એ દરમ્યાન દેસાઈનગર પાસે આવેલ પેટ્રોલપંપ નજીક પહોંચતા બસના ચાલકને ચાલુ બસે હ્દય રોગનો તિવ્ર હુમલો આવતા ચાલકે બસ પરનો કાબૂ ગુમાવતાં પેટ્રોલપંપ નજીક આવેલ બે વાહનોને અડફેટે લઈને મારૂતિ કારના શો રૂમમાં ઘૂસી હતી.
સવારે બનેલી એકાએક ઘટનાને પગલે બસમાં સવાર પ્રવાસીઓ ભયભીત થયા હતા અને બસમાં દેકારો મચ્યો હતો સવારે આ રોડપર ટ્રાફિક નહીવત હોય આથી મોટી જાનહાનિ ટળી હતી પરંતુ વાહનો તથા બસને ખાસ્સું નુકશાન થયું હતું આ ઘટનામાં બસ ચાલકે ડ્રાઈવર સીટ પર જ દમ તોડ્યો હતો, ડ્રાઈવરને હ્દય રોગના તિવ્ર હુમલાને પગલે ડ્રાઈવરનુ સ્થળપર જ મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ડ્રાઈવરના મૂર્તદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, આ ઘટનાની જાણ રાહદારીઓ-વાહન ચાલકોને તથા તત્કાળ મદદે દોડી આવ્યા હતા જેમાં ડી-ડીવીઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળપર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.