Home ગુજરાત ભાવનગરમાં કોઈ રોકટોક વગર દિવસે પણ દોડી રહ્યા છે ઓવરલોડ ભારે વાહનો

ભાવનગરમાં કોઈ રોકટોક વગર દિવસે પણ દોડી રહ્યા છે ઓવરલોડ ભારે વાહનો

14
0

શું કોઈ મોટા અકસ્માત કે પછી જાનહાનિ ની રાહ જોવાઈ રહી છે??

(જી.એન.એસ)તા.11

ભાવનગર,

ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ ઓવરલોડ ભારે વાહનોની અવર જવર ચાલુ છે. જેના કારણે શહેરમાં નાના – મોટા અકસ્માતના કિસ્સાઓમાં વધારો થયો છે. ભાવનગર શહેરમાં ઓવરલોડ વાહનો પર સવાર 8થી 1 અને સાંજે 4થી 8 વાગ્યા સુધી પ્રતિબંધ છે છતાં ઓવરલોડ અને ભારે વાહન ચાલકો બેફામ રીતે પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે. જેના કારણે વારંવાર અકસ્માતની ઘટના વધી છે. નાના વાહનો અડફેટે આવતા અનેક નિર્દોષ લોકોના જીવ જઇ રહ્યા છે. આપને જણાવી દઇએ, ભાવનગર શહેરમાં ફેબ્રુઆરી માસમાં ઓવરલોડ સળિયા ભરેલા વાહને એક યુવાનને અડફેટે લીધો હતો. વાહન નીચે કચડાઇ જતા યુવકનું મોત થયું હતું. આવી જ એક ઘટના, નારી ચોકડી પાસે પણ બની હતી. જ્યાં એક ડમ્પરે મહિલાને અડફેટે લેતા મોત થયું હતું અને, આવી અનેક ઘટનાઓ અત્યાર સુધી બની ચૂકી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડના મજબૂતીકરણ માટે 43.50 કરોડ રૂપિયા મંજૂર કર્યા
Next articleકડાણા ડેમના 21 ગેટ ખોલાયા, મહીસાગર નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ