Home ગુજરાત ભાવનગરમાં એક બસ નાળામાં ફસતાં 25થી વધુ મુસાફરોને બચા વામાં આવ્યા

ભાવનગરમાં એક બસ નાળામાં ફસતાં 25થી વધુ મુસાફરોને બચા વામાં આવ્યા

13
0
(જી.એન.એસ)તા.૨૭
ભાવનગરમાં,
ભાવનગરમાં રાત્રે મુસાફરોથી ભરેલ એક બસ નાળામાં ખાબકી. બસના મુસાફરોએ બચવા માટે બારીના કાચ તોડી બહાર નીકળ્યા. ભાવનગરમાં રાત્રે મુસાફરોથી ભરેલ એક બસ નાળામાં ખાબકી. બસના મુસાફરોએ બચવા માટે બારીના કાચ તોડી બહાર નીકળ્યા. રાત્રે અંદાજે 9 વાગ્યાની આસપાસ મહાદેવના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસ ભાવનગરના માર્ગ પરથી પસાર થતી હતી. ત્યારે કોળીચોક ગામના પાદરમાંથી બેઠા પુર પરથી બસ પસાર થતી હતી ત્યારે પૂરના પાણીમાં ફસાઈ ગઈ. ભાવગનગરમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પૂરના પાણી માર્ગો પર પણ ફરી વળ્યા. જેના કારણે પરપ્રાતિંય મુસાફરોથી ભરેલ બસ કોળીચાક ગામના પાદરમાંથી એક પુલ પરથી પસાર થતી હતી ત્યારે પૂરના પ્રવાહમાં બસ તણાઈ અને પુલના એક છેડે ફસાઈને અટકી. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક વહીવટીતંત્ર દ્વારા મુસાફરોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી અને તમામ મુસાફરોને બચાવવામાં સફળતા મળી છે. તમિલનાડુ પાસિંગની બસ ભાવનગર શહેરથી આશરે 24 કિ.મી.ના અંતરે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરના દર્શન કરવા આવ્યા હતા. પૌરાણિક નિષ્કલંક મહાદેવનું મંદિર દેશભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને દક્ષિણ ભારતના લોકો ભગવાન શિવની આરાધના કરતા હોય છે. ભાવનગરમાં બસમાં ફસાયેલ પરપ્રાંતિય કેટલાક દર્શનાર્થીઓ નિષ્કંલક મહાદેવ મંદિરના દર્શન કરી પરત ફરતા હતા ત્યારે આ બનાવ બન્યો. ભારે વરસાદના કારણે નદીઓનું જળસ્તર વધતા બસ જ્યારે બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે નાળામાં ખાબકી અને એક છેડે ફસાઈ ગઈ. આ બસમાં 25થી વધુ મુસાફરો સવાર હતા. નિષ્કલંક મહાદેવ મંદિરના દર્શન કરી પરત ફરતા પરપ્રાંતિય દર્શનાર્થીઓ ભરેલ બસ દુર્ઘટનાનો ભોગ બની. જો કે હાલમાં બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. વહીવટીતંત્ર દ્વારા મુસાફરોને બચાવવા ફાયર બ્રિગેડની ટીમો રેસ્કુયની કામગીરી હાથ ધરાઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજનું રાશિફળ (27/09/2024)
Next articleપાકિસ્તાની બ્રિટિશ નાગરિક દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો, તેના બાળકોને પાછા લાવવાની વિનંતી કરી