(જી.એન.એસ) તા.૩
ભાવનગર,
ભાવનગરની સમરસ હોટલમાં અગાઉ પણ જમવામાં જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો. ભાવનગરની સમરસ હોસ્ટેલમાં જમવામાં જીવાત નીકળતા મોડી રાત્રે હોબાળો થયો હતો. ABVPની આગેવાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા. છેલ્લા 3 મહિનામાં ભોજનમાં જીવાત નીકળવાની આ ત્રીજી ફરિયાદ કરાઈ છે. ભાવનગરની સમરસ હોટલમાં અગાઉ પણ જમવામાં જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો. અગાઉ પણ NSUI દ્વારા ચાર વખત કરવામાં વિરોધ આવ્યો હતો. સમાજ કલ્યાણ અધિકારીને બદલવા વિદ્યાર્થીઓએ ઉગ્ર માગ કરી હતી. અધિકારી દબંગગીરી કરી હોસ્ટેલમાં એકહથ્થુ શાસન ચલાવતા હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે હવે ABVP મેદાનમાં આવતા પોલીસ દોડી આવી હતી. સમગ્ર મામલે પોલીસે મધ્યસ્થી બની મામલાને થાળે પાડ્યો હતો. અગાઉ હોટલ અને હોસ્ટેલમાં ખોરાકમાં જીવજંતુઓ મળી આવવાના બનાવો અવારનવાર જોવા મળે છે, પરંતુ આવી ઘટના ભાવનગરમાં જોવા મળી હતી. જેમાં શહેરની ખાનગી હોસ્ટેલના ખોરાકમાં જંતુઓ જોવા મળ્યા હતા. શહેરની સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ખોરાકમાં જંતુઓ જોવા મળ્યા હતા. જે બાદ એક વિદ્યાર્થીએ જંતુનો ફોટો લીધો હતો. જેના કારણે વિદ્યાર્થીઓને રસોડામાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હોસ્ટેલમાં ફૂડ મળી આવતાં NSUIના કાર્યકરોને ફરિયાદ પત્ર આપવામાં આવશે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જો આવતીકાલ સુધીમાં ખોરાકમાં જંતુઓ દેખાવાનું બંધ નહીં થાય તો ફરિયાદ પત્ર આપવામાં આવશે. જો કે આ ઘટનાને કારણે વિદ્યાર્થીઓને બહારથી ખાવાનું મંગાવવું પડી રહ્યું છે. હોસ્ટેલ અને હોટલોમાં ખોરાકમાં જીવાત મળી આવવાની આવી ઘટનાઓ ઘણા સમયથી જોવા મળી રહી છે. કેટલાક કિસ્સાઓમાં, લોકોને આ કારણે હોસ્પિટલ પણ જવું પડે છે. ત્યારે આ ઘટનાને લઈને હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.