Home ગુજરાત ભાવનગરના જાળીયા ગામમાં પોલીસે છાપો મારી, 31.13 લાખના મુદ્દામાલ સાથે 5 શખ્સોને ઝડપી લીધા

ભાવનગરના જાળીયા ગામમાં પોલીસે છાપો મારી, 31.13 લાખના મુદ્દામાલ સાથે 5 શખ્સોને ઝડપી લીધા

33
0

ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ તથા સિહોર પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી સિહોર તાલુકાના જાળીયા ગામની સીમમાં આવેલ પથ્થરની ખાણ વિસ્તારમાંથી મસમોટી માત્રામાં ઈંગ્લીશ દારૂ ભરેલા આઈસર સાથે 5 શખ્સોને ઝડપી લીધા હતા. વનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ જિલ્લામાં પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે રાજસ્થાનથી દારૂ ભરેલો આઈસર ટેમ્પો સિહોરના કુખ્યાત બુટલેગર યોગેશ મહેતાએ મંગાવ્યો છે અને જાળીયા ગામની સીમમાં આ દારૂનું કટીંગ થનાર છે

જે હકીકત આધારે ટીમે જાળીયા ગામની સીમમાં ડુંગરાળ વિસ્તારમાં પથ્થરની ખાણ પાસેથી આઈસર ટ્રક નં-એમ એચ-18-બીજી-7535 માં અલગ અલગ સાઈઝના લોખંડના પાઈપ ભરેલા જણાયેલ જેમાં તપાસતાં પરપ્રાંતિય બનાવટનો ઈંગ્લીશ દારૂ મળી આવેલ તથા આ દારૂના કટીંગ માટે આવેલ સિહોરનો બુટલેગર યોગેશ બાલકૃષ્ણ મહેતા તથા તેનો પાર્ટનર સુધીર અશોક પંડ્યા મારૂતિ અલ્ટો કાર નં-જી-જે-04-સીજે-1543 સાથે અન્ય શખ્સો જેમાં પવન રામકુમાર યાદવ રાજેશ મોરીલાલ યાદવ અને શહઝાદ પ્યારેમિયાને સ્થળપરથી ઝડપી લીધા હતા,

આ અંગે બુટલેગરોની તર્કબદ્ધ પધ્ધતિથી અલગ રીતે પુછતાછ કરતાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના ચિત્તોડગઢના નાસિર નામના શખ્સે આઈસરમા લોડ કરાવી સિહોરના બુટલેગર યોગેશને મોકલ્યો હતો આથી એલસીબી તથા સિહોર પોલીસે યોગેશ બાલકૃષ્ણ મહેતા ઉ.વ.43 રે.કૃષ્ણનગર સિહોર સુધીર અશોક પંડ્યા ઉ.વ.38 રે.ગૌતમેશ્વરનગર સિહોર પવન રામકુમાર યાદવ ઉ.વ.38 રે.નવી દિલ્હી રાજેશ મોરીલાલ યાદવ ઉ.વ.40 રે.નવી દિલ્હી અને શહઝાદ પ્યારેમિયા ઉ.વ.28 રે.ચિત્તોડગઢ રાજસ્થાન વાળાઓની ધડપકડ કરી હતી

તથા દારૂનો જથ્થો મોકલનાર નાસિર સહિત છ શખ્સો વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી પરપ્રાંતિય શરાબ લોખંડના પાઈપ અલ્ટો કાર મોબાઈલ નંગ-9 રોકડ રકમ મળી કુલ રૂ.31,13,710નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસૌરાષ્ટ્રમાં તસ્કરોએ આજવા રોડ પર સોસાયટીના બંધ મકાનમાંથી 26 તોલા સોનાની ચોરી કરી
Next articleનડિયાદમાં વ્યાજખોરે 1.50 લાખની સામે 15.50 લાખ માંગ્યા, મહિલાએ આ હદે બધું દાવ પર લગાવી