Home ગુજરાત ભાવનગરના કુંભારવાડામાં રેલવે ફાટક સતત બંધ રહેતા હાલાકી પડી

ભાવનગરના કુંભારવાડામાં રેલવે ફાટક સતત બંધ રહેતા હાલાકી પડી

24
0

ભાવનગરમાં રેલવે ફાટક સતત બંધ રહેતા લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે હવે તો અંતિમ સફર માટે મૈયતને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કુંભારવાડા વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પાર કરી અને સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે. ત્યારે સતત ટ્રેનની અવર-જવરના કારણે ફાટક બંધ રહેતા મૈયતને પણ ફાટક ઉપરથી જીવના જોખમે લઇને જવું પડી રહ્યું છે. બીજી બાજુ ભાવનગર શહેરમાં આવેલા રેલવે અંડરબ્રિજ નીચે સતત પાણી પડી રહ્યુ છે જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના ઘટી શકે છે. મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી પાણીની લાઈન લીકેજ હોવાથી અંડરબ્રિજ નીચે સતત પાણી ભરાઈ રહ્યું છે.

ચોમાસા દરમિયાન તો સ્વિમિંગ પૂલની માફક અંડર બ્રિજ પાણીમાં સમાઈ જાય છે. જેને લઈ લોકોને હાલાકી પડી રહી છે. જેથી તાકી દે પ્રશ્નોનું નિરાકરણ લાવવું જરૂરી છે. શહેરના કુંભારવાડા અંડરબ્રિજનો પ્રશ્ન છેલ્લ ઘણાં વર્ષોથી સળગી રહ્યો છે આમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર જાગી રહ્યું નથી. રેલવે ફાટક બંધ હોય છે ત્યારે આ અંડરબ્રીજ નીચેથી હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે. જોકે, ત્યા અંડરબ્રીજમાં પણ પાણી ભરાઈ રહેતા શહેરીજનોને ખૂબ જ પરેશાની ભોગવવી પડી રહી છે. આમ છતાં મનપા તંત્ર સામાન્ય પ્રશ્નનું નિરાકરણ નથી લાવી રહ્યું જેનો ભોગ ભાવનગરની જનતા બની રહી છે. કુંભારવાડા વિસ્તારમાં સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે.

ત્યારે સતત ટ્રેનની અવર-જવરના કારણે ફાટક બંધ રહે છે. જેથી લોકોને હાલાકી પડી રહી છે. અંતિમ સફર માટે પણ લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે મૈયત લઈને જઈ રહેલા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ફાટક બંધ હોવાના કારણે મૈયતને ફાટક ઉપરથી જીવના જોખમે લઇને જવું પડ્યું હતું. કુંભારવાડા વિસ્તારમાં આશરે 30 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. જેમાં મોટાભાગના લોકોને શહેર તરફ આવવા જવા માટે રેલવે ક્રોસિંગ પાર કરીને જવું પડે છે. કુંભારવાડા રેલવે ક્રોસિંગ દિવસભરમાં અંદાજે 10 કરતા વધુ સમય બંધ કરવામાં આવે છે.

જેથી લોકો અંડરબ્રિજનો ઉપયોગ મોટી સંખ્યામાં કરે છે. જોકે, ચોમાસા દરમિયાન અંડરબ્રિજમાં પાણી ભરાય જાય છે. આ સાથે જ અંડરબ્રિજ નીચે પડી રહેલા પાણીના કારણે સ્ટ્રકચર પણ નબળું પડી ગયું છે જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની પાછળ જવાબદાર કોણ રહેશે તે પણ સૌથી મોટો સવાલ છે. રેલવે અંડરબ્રિજ નીચે પડી રહેલા પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે

પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર જરા પણ તસ્દી લઈ રહ્યું નથી વર્ષોથી લોકો અંડર બ્રિજમાં ભરાઈ રહેલા પાણીમાંથી પસાર થઈને રોડ પાર કરે છે. આ બાબતે ભાવનગર મહાનગરપાલિકા ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, કુંભારવાડા વિસ્તારમાં રેલવે કોસિંગ આવતું હોય જેને કારણે વર્ષો પહેલા અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, જયારે અંડરબ્રિજમાં પાણી ભરાય જાય ત્યારે તંત્ર દ્વારા પાણી નિકાલ કરવામાં આવે છે, અંડર બ્રિજમાં કોઈ જગ્યાએ સરિયા દેખાતા હશે તો તેને રીપેર કરવામાં આવશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં ફૂટપાથ પર રહેતા પરિવારની માસૂમ બાળાનું અપહરણ, CCTVના આધારે તપાસ શરૂ
Next articleસુરેન્દ્રનગરમાં એસટી બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર,35 મુસાફરોનો આબાદ બચાવ