Home ગુજરાત ભાવનગરના કુંભારવાડામાંથી આધેડનો મૃતદેહ મળ્યો,પોલીસ અને ફાયર વિભાગ દોડી આવ્યો, પોલીસ અને...

ભાવનગરના કુંભારવાડામાંથી આધેડનો મૃતદેહ મળ્યો,પોલીસ અને ફાયર વિભાગ દોડી આવ્યો, પોલીસ અને ફાયર વિભાગ દોડી આવ્યો

9
0

(જી.એન.એસ) તા.૩૦

ભાવનગર,

ભાવનગરના કુંભારવાડાના ખાર વિસ્તારમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર વિભાગ દોડી આવ્યો હતો. ભાવનગરના કુંભારવાડાના ખાર વિસ્તારમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર વિભાગ દોડી આવ્યો હતો. આધેડના મૃતદેહને બહાર કાઢીને તેની ઓળખ કરવામાં આવી હતી. મૃતક આધેડ બકુલભાઈ મકાભાઈ મકવાણાનો હોવાનું સામે આવ્યું હતું. બોળતલાવ પોલીસે મૃતદેહને બહાર કાઢીને તપાસ આદરી છે. પોલીસ આ મૃતદેહની ઓળખ સુનિશ્ચિત થયા પછી હવે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેના પરથી કમસેકમ આ વ્યક્તિની હત્યા થઈ છે કે તેણે તળાવમાં કૂદીને આત્મહત્યા કરી છે તેનો ખ્યાલ આવશે. આ સિવાય તેની હત્યા કરીને તેની લાશ તળામાં ફેંકી દેવાઈ છે તે પણ સુનિશ્ચિત થશે. આ ઉપરાંત મરનાર તેમાં અકસ્માતે પડી ગયો છે તે પણ સુનિશ્ચિત થશે. પોલીસે તેની સાથે મૃતકનો મોબાઇલ પણ કબ્જે કર્યો છે અને તેને ફોરેન્સિકમાં મોકલી આપ્યો છે. આ ઉપરાંત પોલીસે મૃતકના સગાસંબંધીઓની પણ પૂછપરછ આદરી છે. તેની સાથે વ્યક્તિની નાણાકીય સ્થિતિ અંગે પણ વિગતો મેળવવાની શરૂઆત કરી છે. તેની જોડે-જોડે તેને કોઈને જોડે અદાવત હતી કે કોઈની જોડે મનદુઃખ થયું હતું કે બોલાચાલી થઈ હતી વગેરે સવાલો પણ તેના સગાસંબંધીઓને કરવાનું ચાલું કરી દીધું છે. આ ઉપરાંત તેણે કોઈ વ્યાજખોર પાસેથી રૂપિયા લીધા હતા કે નહીં તથા કોઈ વ્યાજખોર તેની પાછળ તો પડી ગયો ન હતોને તે એન્ગલ પણ પોલીસ ચકાસી રહી છે. પોલીસે મૃતકના કુટુંબીજનોને જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ થયા બાદ તેનો મૃતદેહ સોંપવામાં આવશે. તેમણે કુટુંબીઓને પણ તેની મનોસ્થિતિ વિશે પૂછ્યું છે. તેની માનસિક સ્થિતિ છેક સુધી કેવી હતી તેની તપાસ પણ પોલીસ કરી રહી છે. તેના પર કોઈપણ પ્રકારનું દબાણ હતું અથવા તો દેવું હતું તે બધા જ એન્ગલથી પોલીસ ચકાસણી કરી રહી છે. આ સિવાય તેને કોઈના દ્વારા બ્લેકમેઇલ કરાતો હતો કે નહીં તે દિશામાં પણ પોલીસે સઘન તપાસ આદરી છે. પોલીસે આવું કંઇપણ હશે તો ગુનેગારને વહેલામાં વહેલી તકે પકડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field