Home ગુજરાત ભાવનગરનાં પાલીતાણામાં 13 વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર સ્કૂલવાન ચાલકને પોલીસે ગણતરીનાં...

ભાવનગરનાં પાલીતાણામાં 13 વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર સ્કૂલવાન ચાલકને પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડ્યો

37
0

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો 

(જી.એન.એસ) તા. 23

પાલીતાણા,

ભાવનગરનાં પાલીતાણામાં 13 વર્ષની વિદ્યાર્થીની પર સ્કૂલ વાહનનામં ડ્રાઈવરે શારીરિક અડપલાં કર્યા હતા જે બાદ બાળકી જ્યારે સ્કૂલેથી ઘરે પરત ફરી ત્યારે ઘટના અંગે માતા પિતાને જાણ કરી હતી. સમગ્ર મામલે જૈન સમાજના આગેવાનોએ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી.

બાળકી જ્યારે ઘરે પહોંચી ત્યારે ખૂબ ડરી ગયેલી હતી અને તેના પિતા દ્વારા આ સમગ્ર મામલે સ્કૂલનાં સંચાલકોને જાણ કરવામાં આવતા સ્કૂલનાં ટ્રસ્ટીઓ દ્વારા મામલો દબાવી દેવા જણાવ્યું હતું. આ સમગ્ર બાબતે જૈન સમાજનાં આગેવાનો દ્વારા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ઈક્કો ચાલક ડ્રાઈવર જાહિદભાઈ ઈકબાલભાઈ કાજીએ અડપલા કરતા ગુનો દાખલ કરાયો હતો. પોલીસે ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો દાખલ કરી ગણતરી ના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field