Home Uncategorized ભારે વરસાદથી દિલ્હી એરપોર્ટ પર છત તૂટી પડતાં ૧નું મોત, 6 લોકો...

ભારે વરસાદથી દિલ્હી એરપોર્ટ પર છત તૂટી પડતાં ૧નું મોત, 6 લોકો ઈજાગ્રસ્ત થયા

12
0

(જી.એન.એસ),તા.૨૮

નવીદિલ્હી,

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. ભારે વરસાદ વચ્ચે ટર્મિનલ 1ની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. એરપોર્ટની છત ધરાશાયી થવાને કારણે અનેક વાહનો તેની નીચે દબાઈ ગયા હતા. પોલીસ અને ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માત સવારે 5.30 વાગ્યે થયો હતો. જ્યારે એરપોર્ટની છત પડી ત્યારે તેની નીચે અનેક વાહનો કચડાઈ ગયા હતા અને આ અકસ્માતમાં  એક વ્યક્તિનું મોત થયુ છે, તો  6 લોકો ઘાયલ પણ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને બચાવીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેની સારવાર ચાલુ છે. અકસ્માત બાદ ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલની બહાર ટ્રાફિક જામ થઈ ગયો છે. દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે. હાલ પોલીસ ટર્મિનલની છત કેવી રીતે પડી તે અંગે તપાસમાં વ્યસ્ત છે.

DIAL (દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘હાલમાં ટર્મિનલ-1 પરથી તમામ પ્રસ્થાન રદ કરવામાં આવ્યા છે. ચેક-ઈન કાઉન્ટર પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હવેથી થોડા સમય માટે અહીંથી કોઈ ચેક-ઈન કે ડિપાર્ચર નહીં થાય. આ માટે બીજા ટર્મિનલ પર જવું પડશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અકસ્માતની કેટલીક તસવીરો પણ સામે આવી છે. આમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ વાહનોની શું હાલત છે. છત ધરાશાયી થવાના કારણે દટાયેલા મોટાભાગના વાહનો ટેક્સી હતા. કેટલા વાહનોને નુકસાન થયું છે તે હજુ જાણવા મળ્યું નથી. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે, “સવારે લગભગ 5.30 વાગ્યે અમને દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર છત તૂટી પડવાની માહિતી મળી. ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં એકનું મોત, 6 લોકો ઘાયલ થયા છે. સૌ પ્રથમ તેને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ તમામ વાહનોને ત્યાંથી સાઇડમાં ખસેડવામાં આવ્યા હતા. બચાવ કાર્ય હજુ ચાલુ છે. આ અકસ્માતમાં અનેક વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રમાં મહાયુતિ સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું  
Next articleલોકસભામાં NEET પર ચર્ચાની માંગ કરતી વખતે રાહુલનું માઈક બંધ કરી દેવામાં આવ્યું