(GNS),28
વર્લ્ડ કપ 2023માં આજે ઓસ્ટ્રેલિયન ટીમનો સામનો પાડોશી દેશ ન્યુઝીલેન્ડ સામે છે. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ બાદ ભારતમાં યોજાનાર T20 સીરિઝ માટેની ટીમની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયા સામે T20 સીરિઝ માંતેની ટીમના કુલ 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ODI વર્લ્ડ કપ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝ યોજાવાની છે, જેની પહેલી મેચ 23 નવેમ્બરે વિશાખાપટનમ, બીજી મેચ 26 નવેમ્બરે તિરુવનંતપુરમમાં, ત્રીજી મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં, ચોથી મેચ 1 ડિસેમ્બરે નાગપુરમાં અને પાંચમી મેચ 3 ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાશે..
હાલમાં ભારતમાં ચાલી રહેલ ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ 15 ખેલાડીઓમાંથી આઠ ખેલાડીઓ T20 સીરિઝમાં રમશે. આ આઠ ખેલાડીઓ વર્લ્ડ કપ બાદ પણ ભારતમાં જ રોકશે. જ્યારે અન્ય સાત ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પરત ફરશે. જેમાં કેપ્ટન પેટ કમિન્સ સહિતના સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. 19 નવેમ્બરે વર્લ્ડ કપ ફાઈનલ પૂર્ણ થયાના ચાર દિવસ બાદ જ T20 સીરિઝ શરૂ થશે.. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણી 23 નવેમ્બરના રોજ વિશાખાપટ્ટનમમાં શરૂ થશે..
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાનો નિયમિત કેપ્ટન પેટ કમિન્સ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 બાદ સ્વદેશ પરત ફરશે. તેની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયન ટીમની આગેવાની કરશે. પેટ કમિન્સ સાથે મિશેલ માર્શ, જોશ હેઝલવુડ, કેમેરોન ગ્રીન અને મિશેલ સ્ટાર્ક પણ T20 શ્રેણીમાં નહીં રમે. ભારત સામે T20 સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ : મેથ્યુ વેડ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, શોન એબોટ, ટિમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોન્સન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.