Home દુનિયા - WORLD ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાનો નિર્ણય, કેનેડાએ મુંબઈમાં વિઝા ઓફિસ બંધ કરી

ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાનો નિર્ણય, કેનેડાએ મુંબઈમાં વિઝા ઓફિસ બંધ કરી

24
0

(GNS),21

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દિવસેને દિવસે વધતો જ જાય છે. હવે આ અંગે કેનેડા તરફથી વધુ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડાએ મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધા છે. હવે જે કોઈ પણ વ્યક્તિ કેનેડા જવા માંગે છે. તેણે હેડ ઓફિસ દિલ્હીથી વિઝા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. કેનેડાએ હજુ સુધી તેના નિર્ણય પાછળનું કોઈ કારણ જણાવ્યું નથી. મુંબઈ ઓફિસમાં કામ કરતા સ્ટાફનું કહેવું છે કે, નાગરિકો તેમની સમસ્યાઓ માટે અમને મેઈલ કરી શકે છે. હાલમાં કચેરીમાં તમામ પ્રક્રિયાઓ બંધ છે. વિઝા સંબંધિત તમામ કામ હવે દિલ્હી ઓફિસમાંથી થશે. ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. જે બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે..

આ પછી કાર્યવાહી કરીને કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. તે જ સમયે સામે જવાબ આપતા ભારતે કેનેડિયન રાજદ્વારીને પણ હટાવી દીધા. આ પછી શુક્રવારે કેનેડાની સરકારે માહિતી આપી કે, તેણે ભારતમાં હાઈ કમિશનમાંથી 41 રાજદ્વારીઓને હટાવ્યા છે. કેનેડાના આરોપો બાદ ભારતે તેમના પ્રત્યે કડક વલણ દર્શાવ્યું છે. ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કેનેડાએ ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમજ તેણે કહ્યું હતું કે, તે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. કહેવાય છે કે ભારત સિવાય કેનેડા એવો દેશ છે જ્યાં શીખોની સંખ્યા સૌથી વધારે પ્રમાણમાં છે. કેનેડામાં ઘણી વખત ખાલિસ્તાનના સમર્થનમાં અને ભારત વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહેવી-વેઇટ ટોર્પિડો ટ્યુબ લોન્ચર અને ASW રોકેટ લોન્ચરથી સજ્જ છે ઈમ્ફાલ જહાજ
Next articleચીન અને યુરોપ વચ્ચે ફ્રેન્કફર્ટ પુસ્તક મેળો પુલ બનાવશે