Home દેશ - NATIONAL ભારત સરકાર 1 મે, 2025થી મુંબઈમાં આયોજિત થનારી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ...

ભારત સરકાર 1 મે, 2025થી મુંબઈમાં આયોજિત થનારી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ 2025 અગાઉ વૈશ્વિક સમુદાય સુધી પહોંચશે; નિર્ણાયક વૈશ્વિક મીડિયા સંવાદમાં વ્યાપક ભાગીદારી મેળવવા ઇચ્છે છે

3
0

(જી.એન.એસ) તા. 12

મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, ભારત સરકાર 13 માર્ચ, 2025 ના રોજ સુષ્મા સ્વરાજ ભવન, નવી દિલ્હી ખાતે સાંજે 4.30 વાગ્યે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) 2025 પૂર્વે વૈશ્વિક સમુદાય સુધી પહોંચશે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત આ આઉટરીચ ઇવેન્ટમાં 2 મે, 2025ના રોજ મુંબઈમાં પ્રથમ WAVES ડેક્લેરેશન પહેલા વિવિધ સરકારો પાસેથી મહત્વપૂર્ણ ગ્લોબલ મીડિયા ડાયલોગમાં ભાગ લેવાની માંગ કરવામાં આવશે.

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી, રેલવે તથા MeitY શ્રી અશ્વિની વૈષ્ણવની સાથે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન સાથે મહારાષ્ટ્રના યજમાન રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ મળીને ઝડપથી વિકસી રહેલા મીડિયા અને મનોરંજન ક્ષેત્ર માટે એકીકૃત વૈશ્વિક મંચ તરીકે WAVESની પરિવર્તનકારી સંભવિતતા પર પ્રકાશ પાડશે. આ કાર્યક્રમમાં 100થી વધારે રાજદૂતો અને હાઈ કમિશનરો ઉપસ્થિત રહેશે તથા એમએન્ડઈ ક્ષેત્રમાં સહિયારા અભિગમ માટે તકોની રૂપરેખા તૈયાર કરશે.

વૈશ્વિક મીડિયા સંવાદ

મુંબઈમાં 2જી મે, 2025ના રોજ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) 2025માં આયોજિત ગ્લોબલ મીડિયા ડાયલોગનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓડિયો-વિઝ્યુઅલ અને મનોરંજન ક્ષેત્રોના ભવિષ્યને આકાર આપવાના ઉદ્દેશ સાથે રચનાત્મક અને ગતિશીલ સંવાદમાં જોડાવા માટે વૈશ્વિક નેતાઓ, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગના હિતધારકો, મીડિયા વ્યાવસાયિકો અને કલાકારોને એકમંચ પર લાવવાનો છે.  તકનીકી નવીનતા, અને નૈતિક પદ્ધતિઓ.

મુખ્ય ચર્ચા બિંદુઓ

આ સંવાદનો મુખ્ય ઉદ્દેશ એમએન્ડઇ ક્ષેત્રની વાજબી અને પારદર્શક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા દેશો વચ્ચે ખુલ્લા સંવાદ અને સહકારને પ્રોત્સાહન આપવાનો છે. ચર્ચાઓ સરહદ પારના સહયોગને વધારવા માટેની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, અને સામાન્ય પડકારો અને તકોનું સમાધાન કરવા જ્ઞાન-વહેંચણી અને ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે એક મંચ તરીકે સેવા આપશે. આ સંવાદ એમએન્ડઇ ક્ષેત્રમાં ખુલ્લી અને વાજબી વેપાર પદ્ધતિઓનાં મહત્ત્વ પર પણ ભાર મૂકશે. જે તમામ હિતધારકો માટે સમાન સુલભતા અને વૃદ્ધિ સુનિશ્ચિત કરશે.  WAVESના નેજા હેઠળ ગ્લોબલ મીડિયા ડાયલોગના મુખ્ય એજન્ડા પોઇન્ટ્સમાં વૈશ્વિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે મીડિયા અને મનોરંજન ક્ષેત્રના તમામ દેશો માટે સામાન્ય તકો અને ચિંતાઓની ચર્ચા સામેલ છે.

Waves 2025

WAVES એક અગ્રણી વૈશ્વિક કાર્યક્રમ છે, જે સમગ્ર મીડિયા અને મનોરંજન (એમએન્ડઇ) ક્ષેત્રને એક સાથે લાવે છે. જેનું આયોજન 1 મેથી 4 મે, 2025 સુધી મુંબઈ, મહારાષ્ટ્રમાં થશે. તેનો ઉદ્દેશ ભારતનાં એમએન્ડઇ ઉદ્યોગને વૈશ્વિક બજાર અને વૈશ્વિક એમએન્ડઇ ઉદ્યોગ સાથે ભારતીય બજાર સાથે જોડવાનો, વૃદ્ધિ, જોડાણ અને નવીનતાઓને પ્રોત્સાહન આપવાનો છે. WAVESનું લક્ષ્ય મીડિયા અને મનોરંજન ઉદ્યોગ માટે વૈશ્વિક કન્વર્ઝન સમિટ બનવાનું છે. તે ભારતની રચનાત્મક શક્તિને વધારવા, કન્ટેન્ટ સર્જન, બૌદ્ધિક સંપત્તિ અને તકનીકી નવીનતા માટેના કેન્દ્ર તરીકેની તેની સ્થિતિને વિસ્તૃત કરવા માટે તૈયાર છે. ઉદ્યોગો અને ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં બ્રોડકાસ્ટિંગ, પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન, રેડિયો, ફિલ્મો, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ, સાઉન્ડ એન્ડ મ્યુઝિક, એડવર્ટાઇઝિંગ, ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, જનરેટિવ એઆઇ, ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર), વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અને એક્સટેન્ડેડ રિયાલિટી (એક્સઆર)નો સમાવેશ થાય છે.

આ વિઝનને ધ્યાનમાં રાખીને WAVES 2025માં સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કેટલાંક ગતિશીલ પ્લેટફોર્મ ઉપલબ્ધ હશે. WAVES બાઝાર વ્યાવસાયિક ભાગીદારી અને કન્ટેન્ટ એક્વિઝિશન માટે બજાર પૂરું પાડશે. જેમાં વર્ષભરના વૈશ્વિક કન્ટેન્ટ ટ્રેડ માટે સૌપ્રથમ ઇ-બજાર શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે. વેવએક્સસેલેરેટર નવીનતા અને ભંડોળને પ્રોત્સાહન આપવા માટે લાઇવ પિચિંગ સત્રો મારફતે એમએન્ડઇ સ્ટાર્ટઅપ્સને રોકાણકારો અને માર્ગદર્શકો સાથે જોડશે. ક્રિએટોસ્ફિયર માસ્ટરક્લાસ, વર્કશોપ, ગેમિંગ એરેના અને ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જિસના ગ્રાન્ડ ફિનાલે સાથે ઇમર્સિવ અનુભવો ઓફર કરશે, જે WAVES સીઆઇસી એવોર્ડ્સમાં પરિણમશે. સંયુક્તપણે, આ પહેલોનો ઉદ્દેશ WAVES 2025ને પરિવર્તનકારી ઘટના તરીકે સ્થાપિત કરવાનો છે, જે વૈશ્વિક એમએન્ડઇ ઉદ્યોગ માટે એકીકૃત અને સુસંગત અભિગમને આગળ ધપાવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field