Home દેશ - NATIONAL ભારત– શ્રીલંકા વચ્ચે ફરીથી પેસેન્જર ફેરી સર્વિસનો પ્રારંભ થયો

ભારત– શ્રીલંકા વચ્ચે ફરીથી પેસેન્જર ફેરી સર્વિસનો પ્રારંભ થયો

20
0

(GNS),15

ભારતના તમિલનાડુના પૂર્વ કિનારે નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતમાં કંકેસંથુરાઈ વચ્ચે આંતરરાષ્ટ્રીય હાઇ-સ્પીડ પેસેન્જર ફેરી સેવાનો આજે શનિવારથી પ્રારંભ થયો છે. છેલ્લા 40 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય હાઇ-સ્પીડ પેસેન્જર ફેરી સેવા ફરીથી શરૂ થઈ છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને તમિલનાડુના મંત્રી ઈવી વેલુએ નાગાપટ્ટિનમ બંદરેથી પેસેન્જર ફેરીને લીલી ઝંડી બતાવીને આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. લગભગ ચાર દાયકા પછી, તામિલનાડુના પૂર્વ કિનારે નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતમાં કંકેસંથુરાઈ વચ્ચે આંતરરાષ્ટ્રીય, હાઇ-સ્પીડ પેસેન્જર ફેરી સેવા શનિવારે ફરી શરૂ થઈ છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને તમિલનાડુના જાહેર બાંધકામ, ધોરીમાર્ગો અને નાના બંદરોના મંત્રી, ઇવી વેલુએ શનિવારે નાગપટ્ટનમ બંદરેથી, ફેરી બોટને લીલી ઝંડી બતાવીને સેવાનો પ્રારંભ કરાવવાની સાથે હાઈસ્પીડ પેસેન્જર ફેરી બોટને શ્રીલંકા માટે રવાના કરી હતી. હાઇ-સ્પીડ ક્રાફ્ટ (HSC) ચેરિયાપાની, કેપ્ટન બિજુ જ્યોર્જની આગેવાનીમાં, આજે 8.15 વાગ્યે 50 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સાથે નાગાપટ્ટિનમ બંદરેથી શ્રીલંકા જવા નીકળી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, આ પ્રસંગે વીડિયો સંદેશામાં, બન્ને દેશના રાજદ્વારી પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે ફેરી સેવા શરૂ કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.. આંતરરાષ્ટ્રીય હાઇ-સ્પીડ પેસેન્જર ફેરી સેવાને ભારત અને શ્રીલંકા વચ્ચેના રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય ગણાવતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ફેરી સર્વિસ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક, વ્યાપારી અને સભ્યતાના સંબંધોને વધુ મજબૂત કરવામાં મદદરુપ પુરવાર થશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કનેક્ટિવિટી એ ભારત-શ્રીલંકા આર્થિક ભાગીદારીના સંયુક્ત વિઝનની કેન્દ્રીય થીમ છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ભારતના રામેશ્વરમ અને તલાઈમન્નાર વચ્ચે ફેરી સેવાનું સંચાલન ફરી શરૂ કરવા માટે પણ પગલાં લેવાશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ તેમના સંદેશામાં કહ્યું કે બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી સુધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે વધુમાં કહ્યું કે બંને દેશોના લોકો ઘણા વર્ષોથી પાલ્ક સ્ટ્રેટમાં મુસાફરી કરી રહ્યા છે, તેમણે એમ પણ કહ્યું કે ભૂતકાળમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલતી ફેરી સેવાઓ શ્રીલંકામાં ફાટી નીકળેલા ગૃહ યુદ્ધને કારણે સ્થગિત કરવામાં આવી હતી. જો કે હવે, આ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જેનો બન્ને દેશના લોકો લાભ લઈ શકશે. બંદરો, શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ફેરી સેવાનું સંચાલન તમિલનાડુ અને શ્રીલંકાના ઉત્તરીય પ્રાંત વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવશે અને ઉમેર્યું હતું કે ભારતના નાગાપટ્ટિનમ તિરુનાલ્લાર, નાગોર અને વેલંકન્ની સહિતના ધાર્મિક મહત્વના વિવિધ સ્થળોની નિકટતા વધશે. આ સેવાનો ઉદ્દેશ્ય ટાપુ રાષ્ટ્રમાં અને ત્યાંથી યાત્રાળુઓની મુસાફરીને વધુ સરળ બનાવવાનો છે. વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ભારત અને શ્રીલંકા વચ્ચેની ફેરી સેવાના પ્રારંભ પ્રસંગે યોજાયેલ સમારોહને સંબોધતા, વિદેશ મંત્રી એસ જય શંકરે કહ્યું કે, આ સેવાના પ્રારંભથી ભારતની ‘પડોશી પ્રથમ’ નીતિની પુષ્ટિ મળી છે. વધુમાં, તે આપત્તિ વ્યવસ્થાપન, દરિયાઈ સુરક્ષા અને વેપાર કરવામાં સરળતા સાધવાની સાથેસાથે બંને દેશો વચ્ચે સહકાર સુધારવામાં મદદરૂપ સાબિત થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘2036 ઓલિમ્પિક્સના આયોજનમાં ભારત કોઈ કસર છોડશે નહીં’ : વડાપ્રધાન મોદી
Next articleમરાઠા અનામત મુદ્દે જરાંગે પાટીલે 10 દિવસનું અલટીમેટમ આપ્યું