Home રમત-ગમત Sports ભારત પ્રથમ વખત એશિયન વેઈટલિફ્ટિંગની યજમાની કરશે

ભારત પ્રથમ વખત એશિયન વેઈટલિફ્ટિંગની યજમાની કરશે

44
0

ભારતને પહેલી વખત એશિયાઈ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની મળી

(જી.એન.એસ),તા.૧૪

મુંબઈ,

ભારતને પહેલી વખત એશિયાઈ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની મળી છે. આ ચેમ્પિયનશીપ કરાવવા માટે ગુજરાત આગળ આવ્યું છે. આ ચેમ્પિયનશીપમાં 2026માં અમદાવાદ કે પછી ગાંધીનગરમાં આયોજન કરવામાં આવશે. ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવના જણાવ્યા અનુસાર, તાશ્કંદ (ઉઝબેકિસ્તાન)માં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન તેણે એશિયન વેઈટલિફ્ટિંગ માટે બોલી લગાવી હતી, જેને મંજુર કરવામાં આવી હતી. સોમવારે, તેમણે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અશ્વની કુમાર સમક્ષ ચેમ્પિયનશિપ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સ્વીકારવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારે આશ્વાસન આપ્યું કે, તેના તરફથી ચેમ્પિયનશીપનો તમામ ખર્ચો ઉઠાવવામાં આવશે. જેમાં 50 હજાર અમેરિકી ડોલરની બોલીનો ખર્ચ સામેલ છે. ભારત આ ચેમ્પિયનશીપ 2018માં કરાવવાનું હતુ પરંતુ આયોજન થઈ શક્યું નહિ. અત્યારસુધી દેશમાં સીનિયર એશિયાઈ વેઈટલિફ્ટિંગ આયોજન થયું નહિ. સહેદેવનું કહેવું છે કે, આ ચેમ્પિયનશીપ બાદ 2027ની વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે બોલી લગાવવામાં આવશે. એશિયાઈ ચેમ્પિયનશીપમાં ચીન,ઈન્ડોનેશિયા, ઉત્તર કોરિયા, જાપાન જેવા વેટલિફ્ટિંગના પાવરહાઉસ દેશ ભાગ લેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોહમ્મદ શમીએ સર્જરી બાદ હેલ્થ અપટેડ આપતા ફોટો શેર કર્યા
Next articleઆદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણની વ્યવસ્થા સુનિશ્ચિત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી