(જી.એન.એસ) તા. 30
ઓડિશા,
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉત્કર્ષ ઓડિશા કોન્ક્લેવમાં એઆઈ બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત પોતાનું Generative AI લાવવાની પણ તૈયારી કરી રહ્યું છે. આ આવનારી જનરેટિવ AI ચીની સ્ટાર્ટઅપ DeepSeek અને OpenAI ના ChatGPT સાથે સ્પર્ધા કરશે.
જનરેટિવ AI એટલે મૂળભૂત રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નું એક સંસ્કરણ છે. જનરેટિવ AI મશીન લર્નિંગ મોડેલ્સનો ઉપયોગ કરીને પ્રોમ્પ્ટ્સના આધારે નવી સામગ્રી જનરેટ કરે છે. આ સામગ્રી ટેક્સ્ટ, ફોટોઝ, વિડિયોઝ વગેરે જનરેટ કરે છે.
મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશામાં AI ડેટા સેન્ટર સ્થાપવાની યોજના વિશે વાત કરી છે. આ નિર્ણય ભારતના AI ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત સરકાર AI સંશોધન અને માળખાગત સુવિધાઓમાં સતત રોકાણ કરી રહી છે, આ રોકાણનો હેતુ વિદેશી AI મોડેલો પર નિર્ભરતા ઘટાડવાનો છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે 18,000 GPU સાથે, ભારત એક સ્વદેશી AI મોડેલ બનાવવાના માર્ગે છે જે રાષ્ટ્રની ભાષા, આર્થિક અને સામાજિક જરૂરિયાતોને પૂર્ણ કરશે.
ભારત સરકાર આરોગ્ય સેવાથી લઈને શિક્ષણ અને નાણાકીય સેવાઓ સુધીના તમામ ક્ષેત્રોમાં AI અપનાવવા પર સતત ભાર મૂકી રહી છે. આવી સ્થિતિમાં, ભારતમાં વિકસાવવામાં આવેલ જનરેટિવ AI મોડેલ ડેટા સુરક્ષામાં મદદ કરશે અને તે સ્થાનિક ભાષાને પણ ટેકો આપશે. વિદેશી પ્લેટફોર્મ કરતાં સ્થાનિક પ્લેટફોર્મનું નિયમન કરવું સરળ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરના જનરેટિવ AI મોડેલ્સ માટે ઘણા વિકલ્પો છે. આમાં, OpenAI ના ચેટGPT અને ચાઇનીઝ સ્ટાર્ટઅપ ડીપસીકના નામ ઝડપથી આગળ વધી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.