(GNS),03
અનુભવી સુકાની રોહિત શર્મા ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાને ખૂબ સારી રીતે સમજી શકે છે પરંતુ બાબર આઝમની ટીમ ખાસ દૂર નથી કેમ કે ભારતના આ કટ્ટર હરીફે તાજેતરના વર્ષમાં સફળતાની રીતે ભારત સામેનું એ અંતર ઘણે અંશે પાર કરેલું છે તેમ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને ખ્યાતનામ કોમેન્ટેટર રવિ શાસ્ત્રીનું માનવું છે. ચાર વર્ષના લાંબા ગાળા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે અહીં એશિયા કપની વન-ડે મેચ રમાશે. આમ ચાર વર્ષથી આ કટ્ટર હરીફો કમસે કમ વન-ડેમાં એકબીજા સામે રમ્યા નથી. ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે હું કહીશ કે ભારત ફેવરિટ તરીકે રમશે. 2011ના વર્લ્ડ કપ બાદ ભારત પાસે અત્યારે સૌથી મજબૂત ટીમ છે. ટીમ પાસે તમામ પ્રકારના ખેલાડી છે. અનુભવી અને યુવાનનું મિશ્રણ ધરાવતી ટીમના ખેલાડીઓ પણ ફોર્મમાં છે. અને, ટીમનો કેપ્ટન રોહિત શર્મા અનુભવી છે તો તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાનું મહત્વ પણ સારી રીતે જાણે છે. જોકે પાંચથી સાત વર્ષ અગાઉ બંને ટીમની તાકાત અને ખેલાડીઓની સરખામણી જૂઓ તો બંને વચ્ચે ઘણો તફાવત હતો પરંતુ પાકિસ્તાને તાજેતરના સમયમાં આ તફાવત ઘણે અંશે ઘટાડી દીધો છે.
હાલમાં તેમની પાસે ઘણી સારી ટીમ છે તેમ કહીને શાસ્ત્રીએ ઉમેર્યું હતું કે આ મેચ અંગે ખેલાડીઓ તેમના દિમાગમાં ખાસ ટેન્શન સાથે રમવાની જરૂર નથી. તેણે જણાવ્યું હતું કે સૌથી મહત્વની બાબત એ જ છે કે મેચને હળવાશથી લો, શાંત ચિત્તે રમો અને આ પણ એક અન્ય મેચ જેવો જ મુકાબલો છે તેમ વિચારીને રમવાની જરૂર છે. તમારી રમત અન્ય ટીમ સામે રમતા હો તેવી જ રહેવી જોઇએ. પરંતુ આમ કરવું આસાન નથી કેમ કે દરેકના દિમાગમાં હરીફ ટીમ રમતી જ હોય છે અને એ રીતે પોતાને સજ્જ કરવા આસાન હોતું નથી પરંતુ આ સમયમાં જે સરળ રહી શકે છે તે જ આખરે જીતે છે. વિરાટ કોહલી અંગે રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે તેણે અનેક વાર પુરવાર કરી દીધું છે કે તે શા માટે પાકિસ્તાન સામે વધારે સફળ રહી શકે છે. જો માનસિક રીતે મજબૂત ખેલાડી સિઝનમાં ફોર્મ ધરાવતો ન હોય ત્યારે પણ પાકિસ્તાન જેવી મોટી મેચમાં સજ્જતાથી રમી શકતો હોય તો અન્ય ખેલાડી તેને અનુસરી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અગાઉ ક્યારેય ફોર્મ પર જવું નહીં કેમ કે ફોર્મ ગુમાવી બેઠેલો ખેલાડી પણ માનસિક રીતે મજબૂત હશે તો અહીં સફળ રહી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.