Home દુનિયા - WORLD ભારત દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચવામાં આવી

ભારત દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચવામાં આવી

84
0

(જી.એન.એસ) તા. 10

નવી દિલ્હી,

ભારત દ્વારા 8 એપ્રિલ 2025થી પાડોશી દેશ બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચી લેવામાં આવી છે. જો કે, મહત્વનું છે કે આ નિર્ણયથી ભારતીય બંદરો પર ભીડ, વિલંબ અને ખર્ચમાં વધારાનો પ્રશ્ન ઉકેલાશે. બાંગ્લાદેશને હવે પોતાના બંદરો પર આધાર રાખવો પડશે. જે તેની નિકાસને અસર કરી શકે છે. બાંગ્લાદેશી નેતા મોહમ્મદ યુનુસના વિવાદાસ્પદ નિવેદન બાદ ભારતે આ પગલું ભર્યું છે. જેમાં ભારતના વેપાર હિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,  ભારતે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ ફક્ત એવા ટ્રાન્સ-શિપમેન્ટ પર લાગુ થશે જે ભારતીય બંદરો/એરપોર્ટ દ્વારા ત્રીજા દેશોમાં જઈ રહ્યા છે. પરંતુ બાંગ્લાદેશથી નેપાળ અને ભૂટાન જતા માલ પર કોઈ પ્રતિબંધ નથી, જે ભારતીય પ્રદેશમાંથી પસાર થાય છે. બાંગ્લાદેશને હવે તેના માલના વહન માટે ચિત્તાગોંગ અથવા મોંગલા બંદર પર આધાર રાખવો પડશે. આનાથી લોજિસ્ટિક્સ ખર્ચ અને શિપિંગનો સમય વધી શકે છે. બાંગ્લાદેશના નાના અને મધ્યમ નિકાસકારોને ખાસ સમસ્યાઓનો સામનો કરવો પડશે. ભારતીય બંદરો અને એરપોર્ટ પર દબાણ ઘટશે. ભારતીય નિકાસકારોને રાહત મળશે. આ નિર્ણય સ્થાનિક વ્યાપારિક હિતોને પ્રાથમિકતા આપવાની નીતિ પણ દર્શાવે છે. મોહમ્મદ યુનુસે ચીનમાં કહ્યું હતું કે બંગાળની ખાડી તેમની છે અને હવે આ નિર્ણયથી તેઓ સમજી શકશે કે હિંદ મહાસાગર દ્વારા વેપાર કરવા માટે ભારતની દયાની જરૂર છે.

ટ્રાન્સ-શિપમેન્ટનો અર્થ એ છે કે, એક દેશથી બીજા દેશમાં માલ ખસેડવા માટે ત્રીજા દેશના બંદર, એરપોર્ટ અથવા પરિવહન સુવિધાનો કામચલાઉ ઉપયોગ. ભારતે બાંગ્લાદેશને આ સુવિધા પૂરી પાડી હતી. જેથી બાંગ્લાદેશ ભારતીય બંદરો અથવા એરપોર્ટ દ્વારા વિશ્વના બાકીના ભાગોમાં પોતાનો માલ મોકલી શકે અને કેટલાક કિસ્સાઓમાં ભારતીય બંદરો પર પણ પોતાનો માલ ઉતારી શકે. ઉદાહરણ તરીકે, બાંગ્લાદેશથી માલ કોલકાતા બંદર અથવા મુંબઈ બંદર દ્વારા યુરોપ, અમેરિકા અથવા આફ્રિકા મોકલવામાં આવતો હતો. તે જ સમયે, ચેન્નાઈ એરપોર્ટથી કેટલીક હેરફેર પણ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશને ટેકો આપવાનો હતો. કારણ કે તેના કેટલાક બંદરો અને લોજિસ્ટિક્સ માળખામાં મર્યાદાઓ છે.

ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો અંગે બાંગ્લાદેશના વડા મોહમ્મદ યુનુસના વિવાદાસ્પદ નિવેદનો તેમને જ ભારે પડ્યા છે. બાંગ્લાદેશને આંચકો આપતાં, ભારતે બાંગ્લાદેશને આપવામાં આવતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય 8 એપ્રિલથી અમલમાં આવ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) એ સ્પષ્ટતા કરી છે કે આ સુવિધા ભારતીય બંદરો અને એરપોર્ટ પર અતિશય ભીડ, લોજિસ્ટિકલ વિલંબ અને ખર્ચમાં વધારોનું કારણ બની રહી છે. જેના કારણે ભારતની પોતાની નિકાસ પર અસર પડી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field