Home મધ્ય ગુજરાત અમદાવાદ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચના દિવસે ‘ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ’ નામની જાગૃતિ...

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચના દિવસે ‘ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ’ નામની જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે: જય શાહ

109
0

(જી.એન.એસ) તા. 10

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ રમાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને 20 ની અજેય લીડ મેળવી લીધી છે. આ દરમિયાન, બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિન અને વર્તમાન આઈસીસી ચેરમેન જય શાહ દ્વારા આ મેચને લઈને એક મોટી જાહેરાત કરી છે, તેમને કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી વનડે મેચના પ્રસંગે ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ નામની જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવી હતું કે, 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચના પ્રસંગે, અમને “અંગોનું દાન કરો, જીવન બચાવો” એક જાગૃતિ પહેલ શરૂ કરવાનો ગર્વ છે. રમતગમતમાં ક્ષેત્રની બહાર પ્રેરણા આપવાની. એક થવાની અને કાયમી અસર ઉભી કરવાની શક્તિ છે. આ પહેલ દ્વારા, અમે દરેકને સૌથી મોટી ભેટ – જીવનની ભેટ આપવા તરફ એક પગલું ભરવા વિનંતી કરીએ છીએ. એક વચન, એક નિર્ણય, ઘણા લોકોના જીવ બચાવી શકે છે. ચાલો સાથે મળીએ અને ફરક લાવીએ!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field