ભારતીય બોલર્સે અર્શદીપ અને અવેશ ખાને દક્ષિણ આફ્રિકાની સ્થિતિ મુશ્કેલ બનાવી
ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરતા દક્ષીણ આફ્રિકાની ટીમ 116 રનમાં જ સમેટાઈ ગઈ
(જી.એન.એસ),તા.૧૭
જ્હોનિસબર્ગ,
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 સિરીઝ ડ્રો સમાપ્ત થયા બાદ હવે વનડે સિરીઝનો પ્રારંભ થયો છે. ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચ જ્હોનિસબર્ગમાં રમાઈ રહી રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એઈડન માર્કરમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરતા યજમાન ટીમને મુશ્કેલીમાં મુકી દીધી હતી. ટીમ માત્ર 116 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતીય બોલર્સે શરુઆતથી જ શાનદાર દેખાવ કર્યો હતો. શરુઆતમાં અર્શદીપ સિંહે ધમાલ મચાવ્યા બાદ આવેશ ખાને ધમાલ મચાવતા દક્ષિણ આફ્રિકાની શરુઆત ખરાબ થઈ ગઈ હતી. 58 રનના સ્કોરમાં જ યજમાન ટીમે 7 વિકેટ ગુમાવી દીધી હતી. અર્શદીપ સિંહે 5 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાના બેટર્સ અર્શદીપ સિંહ અને આવેશ ખાનની બોલિંગ સામે ઘૂંટણીયે પડ્યા હતા. અર્શદીપ સિંહે મેચમાં પોતાની પ્રથમ ઓવર્સમાં જ 2 મહત્વની વિકેટ ઝડપી હતી. શરુઆત ઓપનર રીઝા હેન્ડ્રિક્સને પોતાનો શિકાર કરતા અર્શદીપે બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો. હેડ્રિક્સે શૂન્ય રનમાં જ વિકેટ ગુમાવી હતી. આગળના બોલ પર ડુસેનને ગોલ્ડન ડક આઉટ કરીને પરત મોકલ્યો હતો. ડુસેન એલબીડબલ્યુ થયો હતો..
આમ સળંગ બે બોલમાં બે વિકેટ અર્શદીપે ઝડપી હતી. આમ 3 રનના સ્કોરમાં જ મેચની બીજી ઓવરમાં 2 વિકેટ યજમાન ટીમે ગુમાવી હતી. 42 રનના સ્કોર પર દક્ષિણ આફ્રિકાએ ત્રીજી વિકેટના રુપમાં ટોનીને ગુમાવ્યો હતો. તેને અર્શદીપે વિકેટકીપર રાહુલના હાથમાં ઝડપાવ્યો હતો. તેણે 22 બોલનો સામનો કરીને 2 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદ વડે 28 રન નોંધાવ્યા હતા. 52 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવતા સાત વિકેટ પેવેલિયનમાં પરત ફરી હતી. ચોથી વિકેટના રુપમાં હેનરીક ક્લાસેન પરત ફર્યો હતો. તેણે 6 રન નોંધાવ્યા હતા. કેપ્ટન એઈડન માર્કરમ પાંચમી વિકેટના રુપમાં આઉટ થયો હતો. તેણે 12 રન નોંધાવ્યા હતા. છઠ્ઠી વિકેટના રુપમાં વિઆન બુલ્ડર ગોલ્ડન ડક થઈને પરત ફર્યો હતો. 7મી વિકેટના રુપમાં ડેવિડ મિલર માત્ર 2 રન નોંધાવી પરત ફર્યો હતો. જ્યારે 8મી વિકેટના સ્વરુપ કેશવ મહારાજ પરત ફર્યો હતો. મેચમાં 5 વિકેટ અર્શદીપે ઝડપી હતી. શરુઆતથી જ અર્શદીપે ધમાલ મચાવી દેતા યજમાન ટીમની સ્થિતિ મુશ્કેલ થઈ ગઈ હતી. તેણે શરુઆતમાં જ એક બાદ એક 4 વિકેટ પોતાના નામે કરી લીધી હતી. આમ ટોપ ઓર્ડરને ખતમ કરી દેવાનું કામ તેણે કરીને ભારતીય ટીમનું કામ આસાન કરી દીધું હતું. બાદમાં આવેશ ખાને કમર તોડી દેતી બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. આમ બે બોલર્સે જ દક્ષિણ આફ્રિકાનું કામ તમામ કરી દીધું હતું. કુલદીપ યાદવે 1 વિકેટ ઝડપી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.