(GNS),12
ભારત અને પાકિસ્તાન વચ્ચે વરસાદથી પ્રભાવિત બે દિવસ સુધી ચાલેલી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની સુપર ફોર રાઉન્ડની મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને કચડ્યું હતું. ભારતે વન-ડેમાં પાક. સામે 228 રનથી અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી હતી. કિંગ કોહલી અને કે એલ રાહુલની અણનમ સદી અને બાદમાં કુલદીપ યાદવની (5/25) ફિરકીમાં પાક.ના બેટ્સમેન લપેટાતા ટીમનો ધબડકો થયો હતો. ભારતે 50 ઓવરમાં બે વિકેટે 356 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાન 32 ઓવરમાં આઠ વિકેટે 128માં જ સમેટાઈ જતા તેનો 228 રને કારમો પરાજય થયો હતો. પાક.ના બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાથી બેટિંગ કરવા ઉતર્યા નહતા અને પરિણામે ભારતે બે દિવસ ચાલેલી સુપર ફોર મેચમાં પાક. સામે રેકોર્ડ 228 રનના માર્જિનથી જીત મેળવી હતી. બુમરાહ, શાર્દુલ અને હાર્દિકે એક-એક સફળતા અપાવી હતી. વિરાટ કોહલી 122 રનની અણનમ ઈનિંગ્સ ફટકારવા બદલ મેન ઓફ ધ મેચ બન્યો હતો. કોહલીએ આ સાથે જ 47મી વન-ડે સદી ફટકારી હતી અને તે હવે વન-ડેમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડથી બે સદી દૂર છે. કે એલ રાહુલે પણ પુનરાગમન સાથે પોતાનું ફોર્મ બતાવ્યું હતું અને 106 બોલમાં 111 રન કરીને અણનમ રહ્યો હતો. રાહુલની વન-ડેમાં છઠ્ઠી અને પાકિસ્તાન સામે પ્રથમ સદી રહી હતી. બંને ખેલાડીઓ વચ્ચે ત્રીજી વિકેટ માટે 233 રનની અણનમ ભાગીદારી નોંધાઈ હતી જે ભારતની પાક. સામે ત્રીજી વિકેટની સર્વાધિક રનની પાર્ટનરશિપ રહી હતી.
અગાઉ 1996માં નવજોત સિંહ સિધૂ અને સચિન તેંડુલકરના નામે 231 રનની પાર્ટનરશિપનો રેકોર્ડ હતો. ભારતના 357 રનના ટારગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ મેચમાં સ્પર્ધા આપી શકી નહતી. ઓપનર ફખર ઝમાન (27)ને બાદ કરતા અન્ય કોઈ પાક. બેટ્સમેન 25 રન સુધી પહોંચી શક્યો નહતો. કુલદીપ યાદવે આઠ ઓવરમાં 25 રન આપીને પાક.ની પાંચ વિકેટ ઝડપીને તેની કરોડરજ્જૂ પર પ્રહાર કર્યો હતો. આ જીત સાથે ભારત એશિયા કપના સુપર ફોરમાં પોઈન્ટ ટેબલમાં બે અંક સાથે ટોચ પર આવી ગયું છે. એશિયા કપમાં ભારત અને પાક.ના હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતીય બેટ્સમેનોનો બ્લોકબસ્ટર શો જોવા મળ્યો હતો. કોહલી અને રાહુલે ડેથ ઓવર્સમાં આક્રમક વલણ અખત્યાર કર્યું હતું અને છેલ્લી 10 ઓવરમાં 105 રન ઝૂડ્યા હતા. પાક. ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીએ 10 ઓવરમા સૌથી વધુ 79 રન આપ્યા હતા. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપનો ભારત-પાક.નો વન-ડે મુકાબલો બે દિવસ સુધી ચાલ્યો હતો. રવિવારે પ્રથમ બેટિંગનું નિમંત્રણ મળતા ભારતનો સ્કોર 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન હતો તે સમયે ધોધમાર વરસાદ તૂટી પડતાં મેચ રિઝર્વ-ડે પર યોજવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ સોમવારે પણ વરસાદનું વિઘ્ન નડતાં મેચ વિલંબથી શરૂ થઈ હતી અને આખરે બીજા દિવસના અંતે ભારતે પાક. સામે જીત મેળવી હતી. આમ વન-ડે બે દિવસ સુધી રમાઈ હતી. 12મી સપ્ટેએ હવે ભારત અને શ્રીલંકા વચ્ચે સુપર ફોર મુકાબલો રમાશે જેને પગલે ભારતીય ટીમને સળંગ ત્રણ દિવસ મેચ રમવાની ફરજ પડશે. પ્રેમદાસા સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ પાકિસ્યાન સામે 122 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. આ સાથે કોલંબો સ્ટેડિયમમાં તેણે ચોથી સદી ફટકારી હતી જેન પગલે તેની આ ગ્રાઉન્ડ પર એવરેજ 128.2 થઈ હતી. કોહલીએ એક જ મેદાનમાં ચાર સદી ફટકારવાની બાબતમાં દક્ષિણ આફ્રિકાના હાસિમ અમલાના રેકોર્ડની બરાબરી કરી હતી. વિરાટે વન-ડેમાં સૌથી ઝડપી 13,000 રન ફટકારવાનો વિક્રમ પણ રચ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.