Home રમત-ગમત Sports ભારતે કુવૈતને હરાવી 9મી વખત SAFF ચેમ્પિયનશિપ જીતી

ભારતે કુવૈતને હરાવી 9મી વખત SAFF ચેમ્પિયનશિપ જીતી

26
0

(GNS),05

સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ફૂટબોલ ટીમે SAFF ચેમ્પિયનશિપ 2023 જીતી લીધી છે. ભારતે મંગળવારે કુવૈતને હરાવીને ટાઈટલ આ જીતી ફાઈનલ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી હતી. અને પેનલ્ટી શૂટઆઉટ 5-4થી જીત્યું હતું. ટાઈટલ મેચ બેંગ્લોરના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ભારતનું એકંદરે નવમું અને સતત બીજું SAFF ચેમ્પિયનશિપ ટાઇટલ છે. ભારત અને કુવૈત નિર્ધારિત સમયમાં 1-1 થી બરાબરી પર હતી. હાફ ટાઈમ પહેલા બંને ટીમોએ ગોલ કર્યા હતા. કુવૈતે પહેલો ગોલ કર્યો હતો. કુવૈત માટે શાબીબ અલ ખાલિદીએ 14મી મિનિટે ગોલ કર્યો હતો.

બીજા હાફમાં બંને ટીમના ખેલાડીઓએ ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ ગોલ કરવામાં સફળ થઈ શક્યા ન હતા. આ હાફ ગોલ રહિત રહ્યો હતો. જ્યારે 90 મિનિટમાં નિર્ણય લેવામાં આવ્યો ન હતો. ત્યારે બંને ટીમોને 15 મિનિટના બે વધારાના હાફ આપવામાં આવ્યા હતા. વધારાના સમયમાં ભારત કે કુવૈતે ગોલ કર્યો ન હતો, ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પેનલ્ટી શૂટઆઉટના પાંચ રાઉન્ડ પછી પણ સ્કોર 4-4 હતો, ત્યારબાદ સડન ડેથનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહેશ નોરેમે ગોલ કર્યો અને ભારતીય ગોલકીપર ગુરપ્રીત સંધુએ ડાઈવિંગ કરીને ખાલિદ હાજિયાના શોટને બચાવ્યો. તમને જણાવી દઈએ કે, ભારત ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યું નથી. ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન અને નેપાળને હરાવ્યું અને કુવૈત સામે ડ્રો રમી. ભારતીય ટીમે સેમિફાઇનલમાં લેબનોનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોલિવૂડની જાણીતી આ અભિનેત્રી આખી જિંદગી પ્રેમમાં કુંવારી રહી
Next articleટીમ ઈન્ડિયા કુવૈતને હરાવી ચેમ્પિયન બની, સ્ટેડિયમ વંદે માતરમથી ગુંજવા લાગ્યું