આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલેકે સોમવારે શેરબજાર(Share Market)માં તોફાની તેજી જોવા મળી શકે છે. કારણ કે ગિફ્ટ નિફ્ટી(GIFT NIFTY ) લીલા નિશાનમાં ખુલ્યો છે જે 19300ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગિફ્ટ સિટી(GIFT CITY ) પહેલા SGX Nity તરીકે ઓળખાતું હતું. એશિયન બજારોમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી 1.5% ઉપર છે. એ જ રીતે કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ પણ 1.25 ટકા વધ્યો હતો. આ પહેલા શુક્રવારે પણ યુએસ માર્કેટમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. ભારતીય શેરબજારો પણ 30મી જુલાઈના રોજ રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા. BSE સેન્સેક્સ 803 પોઈન્ટ વધીને 64,718 પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી પણ 217 પોઈન્ટના ઉછાળા સાથે 19,189 પર પહોંચ્યો હતો.
ભારતમાં વૈશ્વિક વેપારનો યુગ આજથી એટલે કે 3જી જુલાઈથી બદલાઈ ગયો છે. આ દિવસથી SGX નિફ્ટીને GIFT NIFTY તરીકે ફરીથી બ્રાન્ડ કરવામાં આવી છે. આ સાથે અગાઉના લગભગ $7.5 બિલિયનના ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સ જે અત્યાર સુધી સિંગાપોરમાં ટ્રેડિંગ કરતા હતા તે ભારતમાં શિફ્ટ થયા છે. GIFT નિફ્ટીની શરૂઆત સાથે સમગ્ર આધારને સિંગાપોર એક્સચેન્જમાંથી NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX) માં ગાંધીનગર ગુજરાતમાં ખસેડવાનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
FII અને DII ડેટા પણ સામે આવ્યા જેમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 6,397.13 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 30 જૂનના રોજ રૂ. 1,197.64 કરોડના શેર ખરીદ્યા હતા, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જના કામચલાઉ ડેટા દર્શાવે છે.
NSE પર F&O પ્રતિબંધ હેઠળ સ્ટોકનો છે આવો હાલ.. નેશનલ સ્ટોક એક્સચેન્જે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સને જુલાઈ 3 માટે તેની F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યું છે. આ રીતે F&O સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટ-વાઈડ પોઝિશન લિમિટના 95 ટકા વટાવી ગયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.