Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં બેતરફી અફડાતફડીના અંતે ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં બેતરફી અફડાતફડીના અંતે ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

41
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૧૧.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૫૦૪.૮૦ સામે ૬૨૩૬૨.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૩૬૨.૦૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨૫.૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૭.૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૬૮૧.૮૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૬૯૪.૧૦ સામે ૧૮૬૯૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૬૭૦.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૭.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૭૩૧.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ચાઈનામાં કોરોના લોકડાઉનથી ત્રસ્ત જનતા સરકાર સામે વિરોધમાં રસ્તા પર ઊતરી આવતાં ટેન્શન વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટીને ૧૦ મહિનાની નીચી સપાટીએ આવી જવાના વૈશ્વિક મોરચે નેગેટીવ પરિબળ છતાં ભારત માટે આયાત બિલમાં મોટા ઘટાડાના પોઝિટીવ પરિબળે આજે ભારતીય શેર બજારોમાં ફંડોએ નિફટીમાં નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો હતો. ક્રુડ ઓઈલના ભાવ તૂટતાં હવે પેટ્રોલ, ડિઝલના ભાવોમાં પણ તોળાતાં ઘટાડાએ ફંડો સીડીજીએસ, એનર્જી, ઇન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ્યુનિકેશન, ઓટો, કેપિટલ ગૂડ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી કરતાં નિફટી સ્પોટ અગાઉનો તેનો ૧૮૬૦૫નો વિક્રમ પાર કરી આજે ૧૮૭૯૭.૬૫ નો નવી ઊંચાઈનો ઈતિહાસ રચી અંતે ૩૬ પોઈન્ટ વધીને ૧૮૭૩૧.૦૦ અને સેન્સેક્સ ૬૨૮૮૭.૪૦ નવો ઈતિહાસ રચી અંતે ૧૭૭.૦૪ પોઈન્ટ વધીને ૬૨૬૮૧.૮૪ની નવી  ઊંચાઈએ બંધ રહ્યો હતો. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે વ્યાપક લેવાલીનું આકર્ષણ રહ્યું હતું.

વિવિધ સાનુકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારના બે મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ આજે નવી ઓલટાઇમ હાઇ સપાટીની રચના કર્યા બાદ ઉંચા મથાળે બંધ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટી ૧૦ માસના તળિયે આવતા બારતના આયાત બિલમાં નોંધપાત્ર ઘટાડો થવાના અહેવાલોની સાથે વિદેશી રોકાણકારોએ પુનઃ ભારતીય શેરબજાર તરફ વળી નવી લેવાલી હાથ ધરતા બજારના માનસ પર સાનુકૂળ અસર થવા પામી હતી. એક તરફ દેશના શેરબજારોમાં વિદેશમાંથી ભરપૂર નાણાં પ્રવાહ આવી રહ્યો છે જ્યારે બીજી બાજુ દેશના આર્થિક વિકાસ દરના અંદાજોમાં ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે. ઊંચા  ફુગાવાની સ્થિતિ  તથા મંદ વૈશ્વિક માગને ધ્યાનમાં રાખી વિવિધ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ  દ્વારા  દેશના આર્થિક વિકાસ દરના અંદાજોમાં ઘટાડો કરાઈ રહ્યો છે. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, એનર્જી, ઇન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ્યુનિકેશન, ઓટો, કેપિટલ ગૂડ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૬૩ અને વધનારની સંખ્યા ૧૭૧૬ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન નાણાં વર્ષ માટે દેશમાં ફુગાવાનું પ્રમાણ ૬.૮૦ ટકા રહેવા એજન્સીએ ધારણાં મૂકી છે. માર્ચ ૨૦૨૩ સુધીમાં રિઝર્વ બેન્ક વ્યાજ દર વધારી ૬.૨૫ ટકા કરશે. ફુગાવાને કાબુમાં લેવા રિઝર્વ બેન્કે વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં ૧.૯૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરી તેને ૫.૯૦ ટકા પર લઈ જવાયો છે, જે ત્રણ વર્ષની ઊંચી સપાટીએ છે. રશિયા-યુક્રેન યુદ્ધની અસર ૨૦૨૩માં ખેંચાશે નહીં અને અમેરિકામાં મંદી નહીં આવે તો, તેવી સામાન્ય સ્થિતિમાં સેન્સેકસ માટે ૬૮૫૦૦નો ટાર્ગેટ મુકાયો છે. સરકારી નીતિ ટેકારૂપ હોવી જોઈશે અને રિઝર્વ બેન્કે તબક્કાવાર પીછેહઠ કરવાની રહેશે. યુએસ અને યુકે જેવા દેશોમાંથી એફડીઆઇના પ્રવાહ પર નજર નાખીએ તો પ્રવાહ ઘટી રહ્યો છે. આ એવા દેશો છે જ્યાં માત્રા કડક કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે ઉભરતા બજારોમાં રોકાણ કરવા માટે ઓછા સંશાધનો છે. આ સમગ્ર વિશ્વમાં વ્યાજ દરો કડક બનાવવાનો સીધો પ્રતિસાદ છે એ નોંધવું પણ જરૂરી છે કે અગાઉ જ્યારે એફડીઆઇના પ્રવાહમાં વધારો થયો હતો, ત્યારે નાણાંકીય સરળતા હતી અને રોકાણકારો માટે ઘણી અનિશ્ચિતતા હતી બધા ભંડોળ ઉપલબ્ધ હતું. આ સામાન્ય રીતે લાંબા ગાળાની વૃદ્ધિમાં પરિણમે છે તે જ સમયે તે એક નક્કર રોકાણ સ્થળ તરીકે તે દેશ માટે વૈશ્વિક છબી બનાવે છે.

Previous articleદિલ્હી AIIMs પાસે હેકર્સે ક્રિપ્ટોકરન્સીમાં માંગ્યા 200 કરોડ રૂપિયા!
Next articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાડિયામાં ભાજપ કાર્યાલય પહોંચ્યા, રાયપુરના ભજીયાનો સ્વાદ માણ્યો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.