(GNS),03
ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે 3 નવેમ્બરે શુક્રવારે શેરબજારમાં સારી શરૂઆત થઈ છે. શુક્રવારે વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. GIFT નિફ્ટી 19300 ની ઉપર મજબૂત સ્થિતિ સાથે કારોબાર કરી રહ્યો છે. એશિયન બજારોમાં આજે જાપાનનો નિક્કી બંધ છે. હેંગસેંગ અને કોસ્પીમાં ઉછાળો નોંધાયો છે. અમેરિકન વાયદા બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. આ પહેલા ગુરુવારે BSE સેન્સેક્સ 489 પોઈન્ટ ઉછાળો બતાવીને 64,080 પર બંધ થયો હતો..
સુઝલોન એનર્જી લિમિટેડના એક શેર 52 સપતાહની ઉપલી સપાટીએ પહોંચ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 200 ટકાનો વધારો જોવા મળ્યો છે.આજે શેર તેજીમાં છે. નિષ્ણાતોએ પણ શેર માટે સારા અભિપ્રાય આપ્યા હતા. સેલો વર્લ્ડ આઈપીઓ શેર ફાળવણી સોમવાર 6 નવેમ્બરના રોજ થવાની છે. ઈસ્યુ માટે અરજી કરનારા રોકાણકારો રજિસ્ટ્રારના પોર્ટલ લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને બીએસઈની વેબસાઈટ પર સેલો વર્લ્ડ આઈપીઓ ફાળવણીની સ્થિતિ ચકાસી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.