Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારની ગતિમાં થોડી બ્રેક લાગી, Sensex 65500 નીચે સરક્યો

ભારતીય શેરબજારની ગતિમાં થોડી બ્રેક લાગી, Sensex 65500 નીચે સરક્યો

23
0

(GNS),05

ભારતીય શેરબજારમાં આજે ફ્લેટ શરૂઆત (Share Market Opening Bell )નજરે પડી છે. છેલ્લા ઘણા સમયની તેજી બાદ આજે બજારની ગતિમાં થોડી બ્રેક લાગી છે. ફ્લેટ શરૂઆત બાદ શેરબજાર લાલ નિશાન નીચે સરકી ગયું હતું. જોકે કારોબારની શરૂઆત સમયે બંને મુખ્ય ઈન્ડેક્સ લીલા નિશાન ઉપર જ ખુલ્યા હતા પાર નફાવસૂલી થઈ હતી. અગાઉથી વૈશ્વિક બજારના સંકેતોએ પણ ફ્લેટ ઓપનિંગનો ઈશારો આપ્યો હતો.

આજના કારોબારની શરૂઆત જોઈએતો મંગળવારે સેન્સેક્સ 65,479.05 ઉપર બંધ થયો હતો જે આજે 65,493.68 ઉપર ખુલ્યો છે. આ સમયે ઇન્ડેક્સમાં અત્યંત સામાન્ય 14.63 અંક અથવા 0.022%નો વધારો નોંધાયો હતો. નિફટી ઉપર નજર કરીએતો ઈન્ડેક્સ 16.95 પોઇન્ટ અનુસાર 0.087% વધારા સાથે કારોબારનો પ્રારંભ કર્યો હતો. સવારે 9.17 વાગે સેન્સેક્સ 65350 નજીક 120 અંક ઘટાડા સાથે નજરે પડ્યો હતો.

ભારતીય શેરબજાર ખુલતાની સાથે SENSEX 65,493.68 +14.63 (0.022%) પર અને NIFTY 19,405.95 +16.95 (0.087%) પરની સ્થિતિ નોંધાઈ. આજે શરૂઆતી વેપારમાં ફાઇનાન્શિયલ સર્વિસિસ, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. મીડિયા અને એફએમસીજી શેરોમાં મહત્તમથોડો ઉછાળો જોવા મળ્યો હતો. PSU બેંકના શેરમાં પણ લીલું નિશાન જોવા મળ્યું છે. હેલ્થકેર ઇન્ડેક્સના શેરમાં સારી સ્થિતિ દેખાઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field