Home દુનિયા - WORLD ભારતીય વિદ્યાર્થીનીનું સ્વીડનમાં રહસ્યમય રીતે મોત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો

ભારતીય વિદ્યાર્થીનીનું સ્વીડનમાં રહસ્યમય રીતે મોત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો

24
0

(GNS),16

રોશની દાસના પરિવારજનોએ જણાવ્યું કે, તેઓએ રોશની સાથે છેલ્લે 29 સપ્ટેમ્બરે વાત કરી હતી. પરંતુ ત્યારપછી રોશનીનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ પછી 13 ઓક્ટોબરે રોશનીના મૃત્યુના સમાચાર આવ્યા હતા. રોશનીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે. રોશનીના પરિવારે એવો પણ દાવો કર્યો છે કે સ્વીડનમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સ્વીડનમાં વેસ્ટ બંગાળની એક તેજસ્વી વિદ્યાર્થીના રહસ્યમય મોતના સમાચાર સામે આવ્યા છે. દુર્ગાપુરની રહેવાસી વિદ્યાર્થી સ્વીડનની એક યુનિવર્સિટીમાં રિસર્ચ કરી રહ્યી હતી. મૃતક વિદ્યાર્થીનું નામ રોશની દાસ છે. તેના પરિવારનો આરોપ છે કે રોશનીની સ્વીડનમાં હત્યા કરવામાં આવી હતી..

રોશની તે વિસ્તારમાં જીનિયસ તરીકે જાણીતી હતી. રોશનીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારજનો અને આજુબાજુના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. રોશની સ્વીડનની કલિંગા યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજીની વિદ્યાર્થીની હતી. બાદમાં તે સંશોધન માટે સ્વીડન ગઈ હતી. આ મહિનાની 13 તારીખે રોશનીના પરિવારને તેના મૃત્યુના સમાચાર મળ્યા હતા. સ્વીડિશ એમ્બેસીથી ભારતીય દૂતાવાસમાં સમાચાર આવ્યા બાદ પોલીસે પરિવારને રોશનીના સમાચારની જાણકારી આપી હતી. રોશની દાસના પરિવારજનોએ જણાવ્યું કે, તેઓએ રોશની સાથે છેલ્લે 29 સપ્ટેમ્બરે વાત કરી હતી..

પરંતુ ત્યાર પછી રોશનીનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ પછી 13 ઓક્ટોબરે રોશનીના મૃત્યુના સમાચાર આવ્યા હતા. રોશનીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે. રોશનીના પરિવારે એવો પણ દાવો કર્યો છે કે સ્વીડનમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પરિવારે રોશનીના મૃતદેહને ભારત દેશમાં પરત લાવવાની પણ માંગ કરી છે. મૃતક વિદ્યાર્થીની રોશનીના પરિવારે એમ પણ કહ્યું છે કે તેઓ સ્થાનિક સાંસદ દ્વારા કેન્દ્ર સરકારને અપીલ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રિટનના શહેરોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા, પોલીસની ચેતવણી છતાં વિરોધ પ્રદર્શન યથાવત
Next articleનોર્થ ડબલિનમાં 3.9 મિલિયન યુરોનું ડ્રગ્સ ઝડપાયું, 174 કિલોગ્રામ ગાંજો જપ્ત કરાયો