(જી.એન.એસ),તા.૧૬
ઇસ્લામાબાદ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાની રેલીઓમાં વિપક્ષ પર નિશાન સાધવા માટે ભારતની પ્રશંસા કરતા આવ્યા છે. સત્તા ગુમાવવાનો વારો આવ્યો ત્યારે ઇમરાન ભારતની વિદેશ નીતિના પ્રશંસક બની ગયા હતા. એકવાર ફરી ઇમરાને લાખો લોકોની સાથે ભારતની પ્રશંસા કરી છે. શનિવારે એક રેલીમાં તેમણે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનો એક વીડિયો દેખાડતા કહ્યું, ‘આ હોય છે એક આઝાદ દેશ.’ ઇમરાન ખાન સતત શાહબાઝ સરકાર પર અમેરિકાની સાથે મળી તેમને હટાવવાનો આરોપ લગાવી રહ્યાં છે. શનિવારે તેમણે શરીફના ગઠબંધનવાળી સરકારને ‘આયાતી સરકાર’ ગણાવી દીધી હતી. ટિ્વટર પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં ઇમરાન ખાને કહ્યું, ‘હવે હું તમને બે દેશોના વિદેશમંત્રીઓને દેખાડવા ઈચ્છુ છું. પહેલા હિન્દુસ્તાનના વિદેશ મંત્રીને (અમેરિકાએ) હુમક આપ્યો કે તમે રશિયા પાસેથી તેલ ન ખરીદો. ધ્યાનથી સાંભળો, હિન્દુસ્તાન અમેરિકાનું રણનીતિક સહયોગી છે. આપણું અમેરિકાની સાથે કોઈ ગઠબંધન નથી. જ્યારે અમેરિકાએ ભારતને કહ્યું કે તમે રશિયા પાસેથી તેલ ન ખરીદો તો તેના વિદેશ મંત્રીએ શું કહ્યું, જુઓ.’ ઇમરાન ખાને જયશંકરનો વીડિયો ચલાવ્યો. તેમાં જાેઈ શકાય છે કે યુરોપ યાત્રા દરમિયાન જ્યારે જયશંકરને પૂછવામાં આવ્યું, ‘શું દેશ હિત માટે તમે આ યુદ્ધમાં પૈસા લગાવી રહ્યાં છો? જયશંકરે તેનો જવાબ આપ્યો, શું રશિયા પાસેથી ગેસ ખરીદવો યુદ્ધમાં પૈસા લગાવવા નથી? શું માત્ર ભારતના પૈસા અને ભારત આવનાર તેલ જ યુદ્ધનું ફન્ડિંગ છે યુરોપ આવતો ગેસ નહીં? જાે યુરોપ તથા પશ્ચિમી દેશો અને અમેરિકાને એટલી ચિંતા છે તો તે કેમ ઈરાન અને વેનેજુએલાને તેલના બજારમાં આવવાની મંજૂરી નથી આપતા? તેણે તેલના અમારા બધા સ્ત્રોત બંધ કરી દીધા અને પછી કહે છે કે તમે માર્કેટમાં ન આવો અને પોતાના લોકો માટે સૌથી સારો સોદો નહીં કરે.’ વીડિયો પૂરો થયા બાદ ખાન બોલ્યા, સાંભળ્યું? જેને ન સમજાયું, હું સમજાવું છું. વિદેશ મંત્રીને તેમણે કહ્યું કે રશિયા પાસેથી તેલ ન ખરીદો. જવાબમાં વિદેશમંત્રીએ કહ્યું કે, તમે કોણ છો આ જણાવનાર? યુરોપ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. અમારા લોકોને જરૂર છે, અમે ખરીદીશું. આ હોય છે આઝાદ દેશ. ઇમરાને કહ્યુ કે અમે રશિયા પાસેથી સસ્તુ તેલ ખરીદવાની વાત કરી પરંતુ આ આયાતી સરકારની હિંમત ન થઈ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.