Home દુનિયા - WORLD ભારતીય યુવક પર હુમલો કરનારો ઝડપાયો, નફરત ફેલાવવાનો લાગ્યો આરોપ

ભારતીય યુવક પર હુમલો કરનારો ઝડપાયો, નફરત ફેલાવવાનો લાગ્યો આરોપ

23
0

(GNS),22

ન્યૂયોર્કમાં એક 19 વર્ષીય શીખ યુવક પર હુમલો કરવાની ઘટના બની હતી. આ યુવકને બસમાં સફર કરવા દરમિયાન તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર યુવક દ્વારા શીખ યુવકને તેની પાઘડીને ઉતારવા માટે દબાણ કરી રહ્યો હતો. આ દેશમાં અમે આ નથી પહેરતા એમ કહીને પરેશાન કરી રહ્યો હતો. ન્યૂયોર્ક પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી હતી.. હુમલાખોર યુવકની પોલીસે ઓળખ કરી લીધી છે અને તેની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ પોલીસે ગત ગુરૂવારે ક્રિસ્ટોફર ફિલિપો નામના આરોપીની ધરપકડ કરી હતી. ફિલિપોને બે વર્ષથી વધુ જેલવાસ ભોગવ્યા બાદ જુલાઈ 2021 માં શરતી રીતે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. 15 ઓક્ટોબરના રોજ ક્વીન્સમાં 118મી સ્ટ્રીટ અને લિબર્ટી એવન્યુ નજીક બસમાં બનેલી ઘટના પછી તેના પર નફરત ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો..

પોલીસના જણાવ્યા અનુસાર, ફિલિપોએ ન્યૂયોર્ક સિટી MTA બસમાં 19 વર્ષીય શીખ વ્યક્તિ પર આરોપ મૂક્યો હતો અને તેની પાઘડીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘આ દેશમાં અમે તે પહેરતા નથી.’ તેણે તેને (શીખ યુવક)ને તેનો પાઘડી ઉતારવા પણ કહ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, ત્યારબાદ શંકાસ્પદ વ્યક્તિએ પીડિતના ચહેરા, પાછળ અને માથાના ભાગે મુક્કો માર્યો હતો, જેનાથી શીખ યુવકને ઈજા થઈ હતી. આગળ પણ પોલીસે જણાવ્યું કે આરોપીઓએ શીખ યુવકના માથા પરથી પાઘડી ઉતારવાનો પણ પ્રયાસ કર્યો હતો.. ન્યૂ યોર્ક ડેઇલી ન્યૂઝના અહેવાલ મુજબ રેકોર્ડ્સ અનુસાર આરોપી ફિલિપોને મેનહટનમાં લૂંટના પ્રયાસ માટે બે વર્ષથી વધુ જેલની સજા ભોગવ્યા પછી જુલાઈ 2021 માં શરતી પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગયા મહિને બ્રુકલિનમાં સરકારી કામકાજમાં અવરોધ ઉભો કરવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી. શીખ યુવકે બુધવારે કહ્યું કે તે હુમલાથી ‘આઘાત અને ગુસ્સામાં’ છે. યુવકે કહ્યું કે તેઓ કેવા દેખાય છે, તેના કારણે કોઈને હેરાન ન કરવુ જોઈએ. એબીસી ન્યૂઝે સામાજીક કાર્યકર્તા જપનીત સિંહને ટાંકીને જણાવ્યું હતું કે, “અત્યારે, પીડિત યુવક આઘાતમાં છે અને તેનો પરિવાર ચિંતિત છે”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્યામાં સ્ટેડિયમમાં પ્રવેશવા નાસભાગ મચી, અકસ્માતમાં 6 ના મોત, 100થી વધુ લોકો ઘાયલ
Next articleબનાવટી દવાઓ નું ષડયંત્ર પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર