(જી.એન.એસ),તા.૨૫
ભારતીય મહિલા બોક્સર મેરી કોમે પોતાની નિવૃત્તિના સમાચારને નકારી કાઢ્યા છે. તેણે પોતાની નિવૃત્તિના સમાચારોને સીધું જ નકારી કાઢ્યા છે. 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સરે કહ્યું કે તેના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેણે કહ્યું કે જ્યારે પણ તેને નિવૃત્તિ લેવી પડશે ત્યારે તે પોતે મીડિયા સામે આવીને તેની જાહેરાત કરશે. મેરી કોમ વિશે સમાચાર એવા હતા કે તેણે ઉંમરને કારણે બોક્સિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. મેરી કોમના શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે તેનો હાલ નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી.
વર્લ્ડ ચેમ્પિયન બોક્સરે કહ્યું કે તેણે કેટલાક મીડિયા રિપોર્ટ્સ જોયા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે મેં રમતને અલવિદા કહી દીધું છે જે યોગ્ય નથી. વાસ્તવમાં, આસામના ડિબ્રુગઢમાં 24 જાન્યુઆરીએ એક કાર્યક્રમ દરમિયાન મેરી કોમની નિવૃત્તિના સમાચાર તેના હવાલાથી મીડિયામાં આવ્યા હતા. ભારતીય બોક્સરે કહ્યું હતું કે વય મર્યાદાના કારણે તે હવે ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે નહીં. આ નિવેદન તેમની નિવૃત્તિ સાથે જોડાયેલું હતું. ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના નિયમો હેઠળ બોક્સરો માટે ઓલિમ્પિક જેવા મોટા સ્ટેજ પર રમવા માટે વય મર્યાદા 40 વર્ષ છે. આ નિયમો પુરુષ અને સ્ત્રી બંને કેટેગરી માટે છે. અને, મેરી કોમની હાલની ઉંમર 41 વર્ષ છે. એટલા માટે તે ઓલિમ્પિક નથી રમી શકતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.